અંબાજી પ્રસાદ વિવાદઃ ભક્તોની આસ્થાનો વિજય, ચીકીની સાથે મોહનથાળનો પ્રસાદ પણ મળશે
અંબાજી પ્રસાદ વિવાદ : ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પરંપરાગત પ્રસાદને બદલે ચિક્કી ચડાવવાને લઈને વિવાદ સર્જાયો છે. રાજકીય પક્ષો તેમજ હિન્દુ સંગઠનો આ અંગે સતત વિરોધ કરી રહ્યા છે.
Ambaji Prasad Controversy : બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પરંપરાગત પ્રસાદ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પ્રસાદ અંગે મહત્વનો નિર્ણય લેતા, હવે ભક્તોને મોહનથાળના પ્રસાજ સાથે સાથે ચિક્કીનો પ્રસાદ પણ મળશે.

ભક્તોમાં ખુશીની લહેર
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આપવાના નિર્ણયથી ખુશ ભક્તોએ સત્તાધીશોના નિર્ણયને આવકારદાયક ગણાવ્યો હતો. ભક્તોએ કહ્યુંકે, પ્રસાદની પરંપરા ચાલુ રાખીને યોગ્ય નિર્ણય લીધો છે.

શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોહનથાળ અને ચિક્કી બંને અંબાજીમાં પ્રસાદ તરીકે મળશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તા સુધારવામાં આવશે અને મંદિર ટ્રસ્ટ નક્કી કરશે કે, આ પ્રસાદ કોને બનાવવાની મંજૂરી આપવી.

ગુજરાત સરકારના પ્રવક્તાએ આપી આ દલીલ
ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે અગાઉ દલીલ કરી હતી કે, ચિક્કી પ્રસાદની શેલ્ફ લાઇફ મોહનથાળ કરતાંલાંબી છે.
પ્રસાદમાં આપવામાં આવેલી ચિક્કી ઉપવાસ દરમિયાન પણ ખાઈ શકાય છે અને લગભગ 3 મહિના સુધી સારી ગુણવત્તાની રહેછે.
ચિક્કીનો પ્રસાદ બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવો નથી. આ પ્રસાદની ચિક્કી સારી ગુણવત્તાના પિનટ બટરથી તૈયાર કરવામાં આવે છે. 3 મહિનાથી વધુની શેલ્ફ લાઇફ ધરાવતા આ ચિક્કી પ્રસાદને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ભક્તો તૈયાર કરે છે પોતાનો મોહનથાળનો પ્રસાદ
અંબાજી ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ અટકાવી દેવાતા ભક્તોમાં રોષ ફેલાયો છે. હવે તેઓ પોતે દાન એકત્ર કરીને મંદિરમાં મોહનથાળાનોપ્રસાદ વહેંચી રહ્યા છે. આ સાથે જ આનંદ ગરબા મંડળની બહેનોએ પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.












Click it and Unblock the Notifications
