Weather Update: ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન ઘટશે
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડુ વાતાવરણ તો બપોરે આકરી ગરમી પડી રહી છે. જો ગઈકાલ એટલે કે, 3 માર્ચના હવામાનની વાત કરીએ તો, સોમવારે ગાંધીનગર, ડીસા, મહુવા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રીને પાર થયું હતું.
તો અમદાવાદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી બાજુ લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 18.6, રાજકોટમાં 18.7, અમદાવાદમાં 21.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે. તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

7 માર્ચ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે.
તો આ તરફ હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેથી ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી આંશિક રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.
ગુજરાતના તાપમાનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.












Click it and Unblock the Notifications
