કેમિકલ એન્જિનિયર તેવા અમિત ચાવડા કેમ કરતા બન્યા પ્રમુખ જાણો

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે ગુજરાત કોંગ્રેસે તેના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી કરી. ભરતસિંહ સોલંકીએ આ પદેથી રાજીનામું આપતા, ભરતસિંહ સોલંકીના જ સગામાં આવતા તેવા અમિત ચાવડા પર કોંગ્રેસે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જો કે તેમની પસંદગી કરતા જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ મૌલિન વૈષ્ણવે રિસાઇ જઇને રાજીનામું આપ્યું હોવાની વાત પણ સામે આવી છે. જો કે અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખની જવાબદારી ઉપડવાની સાથે જ ગુજરાતની પ્રજાના પ્રશ્નોને અવાજ આપવાની બાહેધરી આપી છે. ત્યારે કોણ છે ગુજરાત નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તે વિષે થોડું વધુ જાણો અહીં...

આણંદના રહેવાસી

આણંદના રહેવાસી

આણંદ જિલ્લાના કેશવનગરના રહેવાસી અને ત્યાંથી રાજકારણમાં જોડાયેલા તેવા અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1976માં થયો હતો. કેમિકલ એન્જિનિયરીંગનું ભણેલા તેવા અશોક ભાઇ રાજકીય પરિવારથી આવે છે. અને આજ કારણે જુવાનીના સમયથી જ કોંગ્રેસ પક્ષની રાજકીય ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. વળી તે ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દિકરા પણ થાય છે.

ધારાસભ્ય

ધારાસભ્ય

બોરસદથી 2004માં પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા પછી બે વાર બોરસદ અને બે વાર આંકલાવના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે તેમના દાદા પણ સંસદ સભ્ય રહ્યા છે. વળી પુણેની એક સંસ્થાએ તેમને આર્દશ યુવા વિધાયકનો એવોર્ડ પણ આપ્યો છે. કોંગ્રેસમાં પણ તે રાષ્ટ્રીય કેન્દ્રીય મંડળના સેક્રેટરી રહી ચૂક્યા છે

અમિત ચાવડા

અમિત ચાવડા

જો કે કોંગ્રેસ હાલ નવા ચહેરાઓને સામે રાખી 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. વિરોધ પક્ષના નેતા પછી પ્રદેશ પ્રમુખ તરીકે પણ યુવા નેતાઓની પસંદગી કરવામાં આવી છે. સાથે જ માનવામાં આવે છે કે આ દ્વારા કોંગ્રેસ તેનું ઓબીસી અને યુથ ફેક્ટર મજબૂત કરવા માંગે છે. પ્રદેશ પ્રમુખ બન્યા પછી અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ અને પાર્ટીનો આભાર માન્યો હતો. અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા મહેનત કરવાની વાત કહી હતી.

English summary
Amit Chavda Profile : New Gujarat Congress chief.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.