26/11 ના આંતકી હુમલામાં 164 નિર્દોષ નાગરીકોના મોત થયા ત્યારે સરકાર એક મુખ પ્રેક્ષક તરીકે જોઇ રહી.: અમિત શાહ
અમદાવાદની વેજલપુર વિઘાનસભા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહની ચૂંટણી સભા યોજાઇ હતી. આ સભામાં મોટી સખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અમિત શાહે કોગ્રેસ પર શાબ્દીક પ્રહાર કર્યા હતા. ગુજરાત વિધાનશભાની ચૂંટમી આડા
અમદાવાદની વેજલપુર વિઘાનસભા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહની ચૂંટણી સભા યોજાઇ હતી. આ સભામાં મોટી સખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અમિત શાહે કોગ્રેસ પર શાબ્દીક પ્રહાર કર્યા હતા. ગુજરાત વિધાનશભાની ચૂંટમી આડા ગણતરીના દિવસો બાકી રહ્ય છે તે પહેલા ભાજપ દ્વારા એડી ચોટીનુ જોર લગાવામાં આવી રહ્યુ છે.

અમિતભાઇ શાહ સાહેબે જાણાવ્યું કે, વેજલપુર વિધાનસભા માંથી મને પાંચ વાર ધારાસાભ્ય તરીકે ચુંટીને મોકલ્યો તો એક વાર સાંસદ સભ્ય તરીકે ચૂંટયો. આ વેજલપુર વિસ્તારને બનતો જોયો છે અને વિકસતો જોયો છે વિસ્તારની સમસ્યા હું જાણું છું. વેજલપુર વિસ્તાર અમદાવાદ શહેરના સૌથી જટીલ વિસ્તાર માંથી એક છે અને સૌથી સંવેદનશીલ વિસ્તારમાંથી એક છે. વેજલપુર વિસ્તારની જેટલી સમસ્યા છે તે સંતુલન વગર ઉકેલવી અઘરી છે.
અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું કે, વેજલપુર વિઘાનસભાના ઉમેદવારશ્રી અમિતભાઇ તરફથી વિશ્વાસ આપુ છું કે કુનેહ અને સુજ્જ બુજ્જથી સુરક્ષા અને વિકાસ બંનેને જાળવી કામ કરશે. 1996માં આ વેજલપુર વિસ્તારથી જ્યારે પ્રથમ વખત ચૂંટાયો ત્યારે ખાસ વિકાસ થયો ન હતો. આજે પ્રહલાદનગર,જોધપુર, વસ્ત્રાપુર ખૂબ વિકસીત વિસ્તાર છે. અંહી લોકો રહેવા આવે તે પહેલા રોડ-રસ્તા,બગીચા,પાર્ટી પ્લોટનું આયોજન બંધ કામ થયેલા છે. આ વિસ્તારના વિકાસનું કામ અમિતભાઇ ખૂબ સારી રીતે કરશે.
અમિતભાઇ શાહ સાહેબે 26/11 ની આંતકી ઘટનાને યાદ કરી જણાવ્યું કે, આ આંતકી હુમલામાં 164 નિર્દોષ નાગરીકોના મોત થયા ત્યારે સરકાર એક મુખ પ્રેક્ષક તરીકે જોઇ રહી અને તે સમયના ગૃહમંત્રી એક દિવસમાં ત્રણ વાર કપડા બદલતા હતા. ભાજપની નરેન્દ્રભાઇની સરકારે દેશની સલામતી સુનિશ્ચિત કરી છે. કોંગ્રેસની સરકારમાં અમદાવાદે ઘણા કોમી હુલ્લડ જોયા છે. રાઘીકા જીમખાનાની ઘટના કઇ રીતે ભુલાય. કોંગ્રેસની સરકારમાં એક વર્ષમાં 250 દિવસ કરફ્યુ અમદાવાદમાં રહેતો.કોંગ્રેસ વાળા કહેતા કે રમખાણો ડામવા અઘરા છે પરંતુ ગુજરાતની જનતાએ ભાજપને કામ કરવાના આશિર્વાદ આપ્યા પછી એક છમકલાની ભૂલ કરી તો નરેન્દ્રભાઇ મોદીએ રમખાણ કરવા વાળાને એવો પાઠ ભણાવ્યો કે આજ દિન સુધી કોઇ રમખાણ થયુ નથી અને કોઇ જગ્યાએ કરફ્યુ રાખવો પડયો નથી.
અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું કે, આજે રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બની ગયું છે જે કોંગ્રેસની સરકારમાં સાબરમતી નદીમાં ગટરોનું પાણી ઠલવાતુ.આજે રિવરફ્રન્ટ ખાતે 300 ફુટ લાબો અટલ બ્રિજ બનાવ્યો. કાંકરિયામાં દુર્ગધ મારતુ પાણી રહેતુ આજે કાંકરિયા આખુ રમણીય બન્યું છે અમદાવાદીઓ વહેલી સવાર અને સાંજે ત્યા જઇ કુદરતી હવાનો આંનદ માણે છે. આજે અમદાવાદમાં 29 રેલ્વે બ્રિજ-અંડરબ્રિજ,મેટ્રો શરૂ થઇ આવા અનેક વિકાસના કામો આજે ભાજપ સરકારમાં નરેન્દ્રભાઇએ કર્યા છે. નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી દેશમાં આમૂલ પરિવર્તન કરી દીઘું. દરેક ક્ષેત્રે વિકાસના કામો થયા, વિશ્વમાં ભારત દેશનું સન્માન વધાર્યુ. દસ વર્ષ સુધી કોંગ્રસની સરકારમાં છાશવારે આંતકીઓ ઘુસી કોઇને કોઇ કાંડ કરી જવાનીયાઓના માથા કાપી લઇ જતા પરંતુ વોટબેકના રાજકારણને કારણે કોગ્રેસ અવાજ નોહતું ઉઠાવતુ. ભાજપ સરકારમાં નરેન્દ્રભાઇ મોદી સમયે પાકિસ્તાને એક ભૂલ કરી તો પાકિસ્તાનના આંતકવાદીઓને સર્જીકલ અને એરસ્ટ્રાઇક કરી ઠાર કર્યા હતા. આજે દુનિયામાં કોઇ ભારતની સેના અને સિમા સાથે અટકચાળો કરવાની હિમંત નથી કરતું.
અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું કે, ભાજપ સરકારે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં 370 કલમ અને 35-એને હમેંશા માટે દુર કરી નાખી, નરેન્દ્રભાઇએ આપણા આસ્થા કેન્દ્રને ઉર્જાવાન કર્યા. 1990થી ગુજરાતની જનતાએ કોઇ દિવસ કોંગ્રેસને જીતાડી નથી.મતદાનના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરજો કારણ કે વેજલપુર વિઘાનસભા ભાજપનું નાકુ છે અને નાકુ મજબૂત નહી રાખો તો તકલીફ પડશે.નાકાની નાકાબંધી કરવા અંહી વધુ મતદાન કરજો અંહીથી લીડ વધે તેમ મતદાન કરજો તે માટે વિનંતી કરી.












Click it and Unblock the Notifications
