For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસરોના હેડક્વાટર સેન્ટરના લોકાર્પણ સમયે અમિત શાહ અને મોદી એક સાથે જોવા મળ્યા

રાજ્યમાં વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પહેલા કેન્દ્રીય નેતૃત્વના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. આજે અમદાવાદમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક સાથે ઇસરોના નવા બિલ્ડીંગના લોકાર્

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પહેલા કેન્દ્રીય નેતૃત્વના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. આજે અમદાવાદમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક સાથે ઇસરોના નવા બિલ્ડીંગના લોકાર્પણ સમયે જોવા મળ્યા હતા.

AMIT SHAH

પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. અમિત શાહ ઇસરો ખાતે સંબોધન કરતા જાણાવ્યું હતુ કે, ઇસરોએ અત્યાર સુધી જે ઉપલબ્ધિ હાંસલ કરી છે એનો ઉપયોગ કરવાનો છે. સ્પેસ સેકટરમાં ખાનગી કંપનીઓને પણ સહભાગી બનાવવાની છે. સેંકડો સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે, તેમના પ્રતિનિધીઓ ઉપસ્થિત છે.

શાહે જણાવ્યું હતુ કે,2014 પહેલા જેટલી પણ સરકારો બની, તેઓએ નીતિ વિષયક નિર્ણયો માં ઘણું ઓછું કામ કર્યું છે. 2014 માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે અનેક ક્ષેત્રો માં નક્કર નીતિ બનાવી દેશનું ભવિષ્ય નક્કી કર્યું છે. જેના કારણે સેંકડો લોકોને વિવિધ ક્ષેત્રો માં આગળ વધવાની તક મળી છે.

અંતરિક્ષ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે, સરકાર ની નીતિ ના કારણે ભવિષ્ય ઉજળું છે. ભારત આ વિષયમાં જાયન્ટ સાબિત થશે. સ્પેસ ટેકનોલોજીનો લોકોનું જીવનધોરણ માં સુધારો લાવવા ઉપયોગી સાબિત થશે તેમ અમિત શાહે કહ્યું હતુ.

English summary
Amit Shah and Modi were seen together at the inauguration of the ISRO Headquarters Center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X