For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે કોગ્રેસ પર મેધા પાટકર સાથે ભારત જોડો યાત્રામાં જોડવાને લઇને ઉઠાવ્યા સવાલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ખેરાલુ (મહેસાણા), સાવલી (વડોદરા) અને ભિલોડા (અરવલ્લી) ખાતે આયોજિત વિશાળ જાહેર સભાઓ સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે જનતા જનાર્દનના આશીર્વાદ સાથે અને જંગી જનાદેશ સાથ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ખેરાલુ (મહેસાણા), સાવલી (વડોદરા) અને ભિલોડા (અરવલ્લી) ખાતે આયોજિત વિશાળ જાહેર સભાઓ સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે જનતા જનાર્દનના આશીર્વાદ સાથે અને જંગી જનાદેશ સાથે ભાજપા ગુજરાતમાં ફરી સરકાર બનાવવા જઈ રહી છે કારણ કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવવાનો લોકોએ નિર્ણય કરી લીધો છે. તેમણે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ માટે ગુજરાત અને સમગ્ર ભારતનું ભવિષ્ય નક્કી કરવામાં તમારો એક મત મહત્વનો ભાગ ભજવશે. આપણે માત્ર ગુજરાતમાં જ આપણી ડબલ એન્જિન સરકાર બનાવવાની નથી, પરંતુ ફરી એકવાર 2024માં રેકોર્ડબ્રેક બહુમતી સાથે આદરણીય નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાના છે.

AMIT SHAH

શાહે કહ્યું કે, આ ચૂંટણીમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરતી કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાત પાણીની સમસ્યા સાથે સતત સંઘર્ષ કરતું રહ્યું અને ઉત્તર ગુજરાતના લોકોને ફ્લોરાઈડયુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડ્યું, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પાણીની સમસ્યા હલ થઈ ગઈ. પંડિત જવાહરલાલ નેહરુએ તેમના વડાપ્રધાન પદ દરમિયાન નર્મદા ડેમ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું, પરંતુ તેના પર કામ 2001માં શરૂ થયું હતું. ક્યારેક હાઈકોર્ટ, ક્યારેક સુપ્રીમ કોર્ટ અને ક્યારેક ન્યાયાધીશોની ખંડપીઠ સુધી પહોંચીને સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટનું કામ અટકી ગયું, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ તમામ અવરોધો દૂર કરી નર્મદા ડેમ યોજના અમલમાં મૂકી. 2004માં કોંગ્રેસની યુપીએ સરકારે આવીને નર્મદા ડેમની ઊંચાઈ વધારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આદરણીય નરેન્દ્ર મોદીજીએ નર્મદા ડેમની ઉંચાઈ વધારવા માટે ઉપવાસ કર્યા અને મનમોહન સરકારને ઘૂંટણિયે પડવાની ફરજ પડી. જે બાદ તેના પર ફરીથી કામ શરૂ થયું પરંતુ મનમોહન સરકારે ડેમમાં દરવાજા લગાવવાની મંજૂરી આપી ન હતી. 2014માં જ્યારે આપણા લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે કેન્દ્ર સરકારે ફ્લડ ગેટ લગાવવાની મંજૂરી આપી હતી. 2017 માં, સરદાર સરોવર ડેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ પછી સમગ્ર ગુજરાતમાં પાણી પહોંચે તેવું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું.

શાહે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યાનું નિરાકરણ કર્યું અને તે આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર વધારવામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ સાબિત થયું છે. જેના કારણે અહીંના લોકોને ફ્લોરાઈડના પાણીના ઉપયોગથી થતી મુશ્કેલીમાંથી મુક્તિ મળી હતી. કોંગ્રેસના નેતાઓએ જણાવવું જોઈએ કે તેમણે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા શું કર્યું? આજે રાહુલ ગાંધી કહેવાતી ભારત જોડો યાત્રા પર છે અને તેઓ આ યાત્રામાં મેધા પાટકરને સાથે લઈને ફરી રહ્યા છે. આ એ જ મેધા પાટકર છે જેમણે નર્મદા ડેમ પ્રોજેક્ટને 20 વર્ષ સુધી લટકી રાખવાનું કાવતરું ઘડ્યું હતું. રાહુલ ગાંધી તેમના પ્રવાસમાં મેધા પાટેકરને સાથ આપીને ગુજરાતની જનતાના ઘા પર મીઠું છાંટવા નીકળ્યા છે. તેમના પર કોંગ્રેસને શરમ આવવી જોઈએ. કોંગ્રેસ મતબેંકની રાજનીતિ કરવા માંગતી હોવાથી મા નર્મદા નદીનું પાણી લોકો સુધી પહોંચવા દીધું નથી. ઉત્તર ગુજરાતને પાણીથી ભરપૂર બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપે કર્યું છે.

શાહે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ગુનાખોરી અને ભયનું વાતાવરણ હતું. કેબિનેટ મંત્રીના ઘરમાં બોમ્બ વિસ્ફોટ થતો હતો. શેરીઓમાં ચાલતી વખતે લોકોને છરીના ઘા મારવામાં આવ્યા હતા. કોંગ્રેસની સરકાર વખતે ગુજરાતમાં તોફાનો અને લૂંટના સમાચાર આવતા હતા. જ્યાં શાંતિ નથી ત્યાં ઉદ્યોગ-ધંધો ક્યાંથી આવે? વિકાસ કેવી રીતે થઈ શકે? જ્યારે આદરણીય નરેન્દ્રભાઇ મોદીની સરકાર સત્તામાં આવી, ત્યારથી ગુનેગારો સામે કડક હાથે કામ લઈ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી હતી. નરેન્દ્રભાઇ મોદી સરકારના શાસનમાં ગુજરાતમાં ભગવાન જગન્નાથની યાત્રા નિર્વિઘ્ને અને સુખ શાંતિથી પૂર્ણ થાય છે આજે તેમાં કાંકરીચાળો કરવાની કોઈનામાં હિંમત નથી.

શાહે કહ્યું કે આજકાલ કોંગ્રેસ ગુજરાતમાં કહેતી રહે છે કે કામ બોલે છે. અરે ભાઈ, જેઓ 32 વર્ષથી સરકારમાં નથી તેઓ પોતાના કામનો હિસાબ કેવી રીતે આપશે? વાસ્તવમાં, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને તેમના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્ય જ બોલે છે. આઝાદી પછી લગભગ 55 વર્ષ સુધી દેશમાં કોંગ્રેસની સરકાર રહી, પરંતુ કોંગ્રેસે ક્યારેય કોઈ આદિવાસી સમાજની વ્યક્તિને રાષ્ટ્રપતિ પદ માટે લાયક ગણી ન હતી. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારની પુત્રી દ્રૌપદી મુર્મુને દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર સન્માનિત કર્યા. આદરણીય મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું, આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના સન્માનમાં 10 મ્યુઝિયમ પણ બનાવ્યા છે. ગુજરાતમાં ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે.

શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ, સોનિયા-મનમોહનની યુપીએ સરકારના 10 વર્ષ દરમિયાન લગભગ 12 લાખ કરોડ રૂપિયાના ગોટાળા અને કૌભાંડો થયા હતા, જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને દેશના વિકાસને ઝડપી ગતિ આપી. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ, ઉત્પાદન, કૃષિ બજાર અને માથાદીઠ દૂધ ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે છે. આજે, ગુજરાત નાના પાયાના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ અને બહેતર સિંચાઈ વ્યવસ્થાપનમાં અગ્રેસર રાજ્ય છે. ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવ્યું અને સારી ગુણવત્તાના રસ્તાઓ બનાવ્યા. આદરણીય નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવી.

શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દર પાંચ વર્ષે ગુજરાતમાં સરકાર બનાવવાની મનસા સાથે આવી જાય છે પરંતુ તેમને ગુજરાતની જનતાની ચિંતા નથી. તેઓએ સમાજમાં ભાગલા પાડ્યા, વોટબેંકનું રાજકારણ કર્યું અને ગરીબોને ગરીબ રાખવાનું પાપ કર્યું, પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત શાંતિ, સમૃદ્ધિ અને વિકાસનું મોડેલ બન્યું.

શાહે કહ્યું કે, સોનિયા-મનમોહનની કોંગ્રેસ સરકારના 10 વર્ષ દરમિયાન દેશની આર્થિક સ્થિતિ ખરાબથી ખરાબ થતી ગઈ. આદરણીય અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન ભારત વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં 11મા ક્રમે હતું, પરંતુ કોંગ્રેસ દ્વારા યુપીએના શાસનના 10 વર્ષ પછી પણ ભારત 11મા સ્થાને રહ્યું, એક પણ સ્થાન સુધર્યું નહીં. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળમાં ભારત 11મા સ્થાનેથી વધીને વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગયું છે. ભારતીય જનતા પાર્ટીમાં જાતિવાદ, વંશવાદ કે પરિવારવાદના આધારે નહિ પણ વ્યક્તિના વિચારો અને કાર્યો દ્વારા મૂલ્યાંકન થાય છે.

શાહે કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન આપણા આસ્થાના કેન્દ્રોનું અપમાન થતું હતું અને ભારતની મહાન સાંસ્કૃતિક ધરોહરને કલંકિત કરવામાં આવતી હતી, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ન કેવળ સનાતન સંસ્કૃતિના તમામ આસ્થાના કેન્દ્રોનો પુનઃવિકાસ કર્યો, પણ તેની ભવ્યતા પુનઃસ્થાપિત કરી છે. અયોધ્યામાં રામલલાના મંદિરના નિર્માણમાં કોંગ્રેસ દ્વારા ન જાણે કેટલા અવરોધો આવ્યા, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી મોદીએ તે તમામ અવરોધોને દૂર કરીને ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો માર્ગ મોકળો કર્યો છે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય કાશી વિશ્વનાથ કોરિડોર, સોમનાથ દાદાનું સુવર્ણ મંદિર ના નિર્માણ અને ઉજ્જૈન મહાકાલના પરિસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો આ ઉપરાંત કેદારનાથ અને બદ્રીનાથના પુનરુત્થાન સાથે તેમણે અંબાજી અને પાવાગઢને પણ દિવ્ય બનાવ્યા.

શાહે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. તેમની મજબૂત રાજકીય ઈચ્છાશક્તિના બળ પર આતંકવાદ પર સર્જિકલ અને એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ કલમ 370 નાબૂદ કરી અને જમ્મુ અને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું. કોંગ્રેસે આઝાદીના 70 વર્ષ સુધી ઓબીસી સમાજને સન્માન આપ્યું નથી, પરંતુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓબીસી પંચને બંધારણીય માન્યતા આપી અને પછાત વર્ગના સમાજને સન્માન સાથે જીવવાનો અધિકાર આપ્યો. કોરોનાના સમયગાળા દરમિયાન, તેમણે દેશી એન્ટિ-કોવિડ રસીના 230 કરોડથી વધુ રસીના ડોઝથી દેશવાસીઓની સુરક્ષા તો કરી જ, પરંતુ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા દર મહિને દેશના લગભગ 80 કરોડ લોકોને મફત રાશન પણ પૂરું પાડ્યું. DBT દ્વારા વચેટિયાઓને દૂર કર્યા અને યોગ્ય લાભાર્થીઓ સુધી સરકારની મદદ પહોંચાડી.

શાહે કહ્યું કે સાવલીમાં લગભગ 447 કરોડ રૂપિયાના ખર્ચે અહીં નદી પર બંધનું નિર્માણ શરૂ થયું. રેલવે ક્રોસિંગ પર જામ દૂર કરવા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા હતા. એકલા સાવલી તાલુકામાં પીએમ આવાસ યોજના હેઠળ 2,600 થી વધુ ગરીબોને મકાનો આપવામાં આવ્યા હતા. અહીં લગભગ 38,000 લોકોએ આયુષ્માન ભારતનો લાભ લીધો છે. આ તાલુકામાં 81,000 જેટલી બહેનોને ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વડોદરાના લગભગ 1.72 લાખ ખેડૂતોને લગભગ 9,327 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વડોદરાની બાજુમાં એરક્રાફ્ટ બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. દિલ્હી મુંબઈ કોરિડોર વડોદરા જિલ્લામાંથી પસાર થાય છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓક્ટોબર મહિનામાં જ વડોદરા જિલ્લામાં લગભગ 21 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો પ્રારંભ અને ઉદ્ઘાટન કર્યું છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પણ અહીંથી પસાર થશે. દેશની પ્રથમ સોલાર ગ્રીડ પણ વડોદરામાં બનાવવામાં આવી હતી. અહીં માત્ર નવ મહિનામાં લગભગ 7 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું હતું.

આ જાહેર સભાઓમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, સાંસદશ્રીઓ, પ્રવાસી આગેવાનશ્રીઓ, સિનિયર અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક ભાજપા સંગઠન પદાધિકારીઓ,ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ તબક્કામાં તા. 29.11.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં તા. 5.12.2022 ના રોજ સાંજના 5.00 કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે તા. 3.12.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે.

English summary
Amit Shah campaigned in Mehsana, Vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X