ગુજરાત ચૂંટણી: અમિતશાહ નારણપુરાથી ચૂંટણી લડશે

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહે 2002 અને 2007માં અમદાબાદના સરખેજ વિધાનસભા સીટ પર ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવતાં અને પૂર્વ ગૃહમંત્રી તરીકે રહી ચૂકેલા અમિત શાહે કહ્યું હતું કે ભાજપના નિર્ણય પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉટર કેસમાં ફસાયેલા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસમાં આર્શ્વયજનક ચૂકાદા આવ્યાં છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહની જમાનત સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે પરંતુ આ કેસને મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
સોહરાબુદ્દિન બનાવટી એન્કાઉટર અને કૌસરબીની હત્યાના કેસમાં સીબીઆઇએ અમિત શાહ સહિત 15 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરેલા આરોપપત્રમાં હત્યા, હત્યા માટે અપહરણ, અપરાધનું ષડયંત્ર, પૂરાવા નષ્ટ કરવા અને વસૂલી કરવાના આરોપો લગાવવામાં આવ્યાં છે.
નરેન્દ્ર મોદી હંમેશા અમિત શાહને નિર્દોષ ગણાવ્યાં છે અને થોડા દિવસો પહેલાં તે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં સામેલ થયા હતા જ્યાં તેમનું ચીફ ગેસ્ટની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
