ગૃહમાં અમિત શાહની હાજરી સાથે જ આનંદીબેનની સૂચક ગેરહાજરી

Subscribe to Oneindia News

ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં ભાજપ દ્વારા માનવ સાંકળ રચી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ અમિત શાહે વિધાનસભા દંડકની ઓફિસમાં પહોંચી ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. તે પછી જ્યારે અમિત શાહ ગૃહમાં પહોંચ્યા, ત્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવી, સુત્રોચ્ચાર કરી તેમને આવકાર્યા હતા. જે બાદ અમિત શાહ ગૃહમાં બિનસરકારી વિધેયકને સમર્થન આપવા ઉભા થયા હતા.

amit shah

આ પ્રસંગે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશ માં વિકાસ કર્યો છે. સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યો ની સ્થિતિ જોતા ગુજરાતે અનેક ગણો વિકાસ થયો છે. તેમણે કહ્યું કે 1997 થી હું ગૃહનો સભ્ય છું. વિપક્ષમાં પણ બેઠેલો છું અને સરકારમાં પણ, તે જ અનુભવથી હું કહું છું કે સર્વે પક્ષી ગુજરાતનો વિકાસ થયો છે. ભૂતકાળ યાદ કરતા તેમણે કહ્યું કે પહેલા રોજ કોમી તોફાનો અને કર્ફ્યુંના સંદેશા આવતા હતા,કાયદો વ્યવસ્થા અને પોલીસનું રાજકીય કારણ થઇ ગયું હતું. ભૂતકાળમાં ગામડામાં સાંજ થતા ગામડામાં અંધારા હતા. લતીફનો ભયએ સમયે અમદાવાદમાં વધી રહ્યો હતો. આમ તેમણે કોંગ્રેસ પર કુશાસનનો આરોપ લગાવ્યો હતો.

અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નો શંખનાદ ફૂંક્યો

વધુમાં તેમણે કહ્યું કે ખેડૂતની હિતની વાત કરનાર કોંગ્રેસ ને યાદ કરાવવા માગું છું કે તેમના સમયે ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવતો હતો. હું કોઈ મોગલ કે અંગ્રેજો ના શાસન ની વાત કરતો નથી પરંતુ 20 વર્ષ પહેલા કોંગ્રેસના શાસનની વાત કરું છું. સાથે જ તેમણે ચૂંટણી પછી પણ વિજય ભાઈ અને નીતિન ભાઈના નેતૃત્વમાં ભાજપનો વિજય રથ આગળ ચાલશે તેવા આશાવાદ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ ગૃહમાં રજૂ કર્યો હતો.

નોંધનીય છે કે અમિત શાહના ગૃહમાં આગમન સાથે જ આનંદીબેન પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. એટલું જ નહીં ટી બ્રેક સુધી હતા આનંદીબેન ગૃહમાં હાજર, પરંતુ બ્રેક બાદ અમિત શાહના આગમન સાથે જ આનંદીબેન ગૃહમાં છૂમંતર થઇ ગયા હતા. વધુમાં સૌરભ પટેલ પણ ગૃહમાં હાજર નહતા રહ્યા.

English summary
Amit Shah grand well at Gujarat assembly, But why Anandiben patel is not there? Read here that answer.
Please Wait while comments are loading...