For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જય શાહની કંપની મામલે આખરે અમિત શાહે તોડ્યું મૌન

ગુજરાત પંચાયત કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શું કહ્યું, વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 નજીક છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમોની ભરમાર છે, એવામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે સવારે એક સમાચાર ચેનલ પર 'પંચાયત ગુજરાત' નામના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે કોંગ્રેસ દ્વારા વિકાસ મોડલની ઉડાવાતી મજાક, તેમના પુત્ર જય શાહ, પાટીદારો અને દલિતો વગેરેને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપના વિજયનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. આજ તકના આ કાર્યક્રમમાં અમિત શાહે શું-શું કહ્યું, વાંચો અહીં...

amit shah

વિકાસ અમારો મિજાજ છે

  • પારદર્શી શાસન ગુજરાતનો સ્વભાવ છે
  • ગુજરાત મોડલની ચર્ચા ફક્ત દેશમાં જ નહીં, આખા વિશ્વમાં થઇ રહી છે
  • ગુજરાત રાજ્યને રમખાણોથી મુક્ત કરવાનું શ્રેય ભાજપને જાય છે.
  • ભાજપના શાસનમાં ગુજરાતમાં યુનિ.ઓ 7થી વધીને 57 થઇ
  • વિકાસનો પાયો છે, પોર્ટ વેપાર, જે કોંગ્રેસના શાસનમાં 474 લાખ એમટી હતું, તે ભાજપના શાસનમાં વધીને 4400 એમટી થયું છે
  • માથાદીઠ આવક જે કોંગ્રેસના શાસનમાં માત્ર રૂ.13,665 હતી, તે ભાજપના શાસનમાં રૂ.1,41,504 થઇ
  • આજે આખા દેશમાં ગુજરાત સૌથી વધારે રોજગાર આપતું રાજ્ય છે.
  • વિકાસ મજાક નથી, વિકાસ ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે, મિજાજ છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો
  • જે રાહુલે પોતાની અમેઠી વિધાનસભા બેઠકના વિસ્તારમાં કશું જ નથી કર્યું, એ ગુજરાતમાં આવીને વિકાસની મજાક ઉડાવે છે
    રાહુલ પોતાનું વિકાસનું મોડેલ ગુજરાતી પ્રજાને જણાવે, જેથી લોકોને પણ ખબર પડે કે રાજ્ય માટે તેમની શું યોજના છે.
  • ગુજરાતમાં જ્યારે લોકો પૂરમાં ડૂબેલા હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં શું કરતા હતા?
  • કોંગ્રેસના શાસનમાં જે નર્મદા યોજના પૂર્ણ નહોતી થઇ રહી, તે પૂર્ણ કરવાનું કામ ભાજપના શાસનમાં થયું
  • કેટલાક લોકો નાના-નાના મુદ્દાઓ ઉપાડીને અપ-પ્રચાર કરી રહ્યાં છે. પરંતુ ગુજરાતી પ્રજા કોઠાસૂઝ ધરાવે છે, તેઓ કોઇ જાતના અપ-પ્રચારમાં નહીં આવે
  • ગુજરાતના દરેક ગામમાં 24 કલાક વીજળી છે, દરેક ગામમાં પાકા રસ્તા છે. શું તમે આને વિકાસ નથી માનતા?
  • 60 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર ગામડાઓમાં વીજળીનો એક થાંભલો પણ ઊભો ના કરી શકી, આ કામ પણ મોદી સરકારના કાર્યકાળમાં થયું.
  • કોંગ્રેસનો સ્વભાવ છે સત્તાનો ઉપભોગ, ભાજપનો સ્વભાવ છે વિકાસ.
પાટીદારો અને દલિતોના મુદ્દે
  • ગુજરાતમાં ભાજપ અને પાટીદારોને અલગ કરવા એટલા સરળ નથી
  • અમે પાટીદાર સમાજના લોકો સાથે સંપર્કમાં છીએ અને તેમના મુદ્દાઓને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ
  • દલિતો સૌથી વધારે સુરક્ષિત ગુજરાતમાં જ છે
  • ગુજરાતમાં સલામતી આપવાનું, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ ભાજપે કર્યું છે.
  • ભાજપ ગુજરાતમાં જંગી બહુમત સાથે સરકાર રચશે
જય શાહ અંગે
  • આઝાદીથી લઇને અત્યાર સુધી કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આટલા કેસ કરવામાં આવ્યા, કોઇએ ક્યારેય માનહાનિનો કેસ કર્યો છે. જયે માનહાનિનો દાવો કર્યો છે.
  • જય પર ભ્રષ્ટાચારનો આરોપ નથી. જયે ક્રિમિનલ ડિફેમેશન અને સિવિસ સૂટ ફાઇલ કર્યો છે. કોંગ્રેસે આજ સુધી આ હિંમત કેમ ન કરી?
  • તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પાસે જે તથ્યો હોય, તે લઇને કોર્ટમાં પહોંચે. કોર્ટ નિર્ણય કરશે. અમે જાતે તપાસને આમંત્રણ આપ્યું છે. જયની કંપનીના મામલે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, તેની કંપનીએ એક રૂપિયાનો વેપાર સરકાર સાથે નથી કર્યો, સરકાર પાસેથી જમીન નથી લીધી.
  • જય શાહની કંપનીએ બોફોર્સ કરારની જેમ દલાલી નથી કરી
ગુજરાતની જનતા પ્રોગ્રેસિવ છે
  • ગુજરાતની જનતા પ્રોગ્રેસિવ છે, વિકાસને પસંદ કરે છે
  • ગુજરાત પાડોશી દેશો સાથે જોડાયલે સરહદી રાજ્ય છે, સરહદની પરિસ્થિતિ કોંગ્રેસના શાસનમાં હતી, તેના કરતાં ભાજપના શાસનમાં ઘણી સારી છે.
  • ભાજપ સરકારે રાજ્યના સરહદી સદનમાં એક ચકલું પણ ન ફરકી શકે એટલી સઘન સલામનતી ઊભી કરી છે.
  • ભારત સરકાર મ્યાનમારમાં જ રોહિંગ્યા લોકોને આર્થિક મદદ આપવા તૈયાર છે, પરંતુ દેશની સુરક્ષા સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે
  • જીએસટીની સમસ્યા અંગે અમારી સરકાર સંવેદનશીલ
English summary
Read here what BJP President Amit Shah has to say in Gujarat Panchayat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X