અમિત શાહ અમદાવાદના રાણીપ ખાતે મહાશ્રમદાન પ્રવૃત્તિમાં જોડાયા
સ્વચ્છતા હી સેવા-2023ની થીમ ગાર્બેજ ફ્રી ઇન્ડિયા અંતર્ગત રાણીપ AMTS બસ સ્ટોપ અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. અહીં અમિત શાહ પણ લોકો સાથે જોડાયા હતા.
સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે 1 ઓકટોબર 2023નાં દિવસે જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને એક તારીખ, એક કલાકનાં સૂત્ર સાથે ઠેરઠેર મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે એક તારીખ, એક કલાકનાં સ્વચ્છતા અભિયાન સાથે યોજાયેલી મહાશ્રમદાન પ્રવૃત્તિમાં સહભાગી થયા હતા.
સ્વચ્છતા હી સેવા-2023ની થીમ ગાર્બેજ ફ્રી ઇન્ડિયા અંતર્ગત રાણીપ AMTS બસ સ્ટોપ અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ સ્થાનિકો અને સફાઈ કામદારો સાથે આ શ્રમદાન પ્રવૃત્તિમાં સહભાગી થયા હતા.












Click it and Unblock the Notifications
