For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીજ્ઞેશ મેવાણીને ફંડ આપનાર સંસ્થા ISIS માટે કામ કરે છે: અમિત શાહ

અમિત શાહે આજે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ પર અનેક મોટા આક્ષેપ કર્યા છે. ત્યારે જાણો અમિત શાહે શું કહ્યું તે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

રવિવારે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક પ્રેસવાર્તા કરીને જીજ્ઞેશ મેવાણી સમેત કોંગ્રેસ સરકાર પર અનેક ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે મોલતા કહ્યું કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું કે "ભાજપ ફક્ત વિકાસના મુદ્દે લડી રહી છે, અમે અમારો વિકાસનો એજન્ડા ગુજરાતની જનતા સમક્ષ મૂક્યો છે. મારી વિનંતી છે કે, કોંગ્રેસ જે ચૂંટણીના છેલ્લા સમયમાં વોટબેન્ક અને તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે તેને ગુજરાતની જનતા જવાબ આપશે.

Amit shah


જીજ્ઞેશ મેવાણી અને ISIS

વધુમાં અમિત શાહે દલિત નેતા અને વડગામથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહેલા જીજ્ઞેશ મેવાણી પર પણ ગંભીર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે "કોંગ્રેસે વડગામ સીટ પર પોતાનો ઉમેદવાર ના ઉતાર્યો અને અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીને સમર્થન કરવાની જાહેરાત કરી. પરંતુ કોંગ્રેસ પ્રેરિત જીજ્ઞેશ મેવાણીને ફંડ આપનાર સંસ્થા ISIS માટે કામ કરે છે. કાશ્મીરની આઝાદીની માંગણી કરનાર કોંગ્રેસ નેતા સલમાન નિઝામી કહે છે કે 'દરેક ઘરમાં અફઝલ જન્મશે', એવી વ્યક્તિને ગુજરાતની ચૂંટણીઓમાં પ્રચાર કરવા માટે લગાડીને કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિનું ઉદાહરણ આપ્યું છે. પણ તેમની આ નિમ્ન કક્ષાની રાજનીતિને જનતા સારી રીતે સમજે છે.

પાકિસ્તાન

સાથે જ મણિશંકર અને અહેમદ પટેલને પાકિસ્તાન ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માંગે છે તે મામલે બોલતા અમિત શાહે કહ્યું કે પાકિસ્તાનના હાઈ કમિશનર સાથે શ્રી મનમોહન સિંઘ, હમીદ અન્સારી અને મણિ શંકર ઐયરની બેઠક મળી હતી. વિદેશ મંત્રાલયની જાણકારી વિના પાકિસ્તાનના હાઈ કમિશનર સાથે મીટિંગ દ્વારા તમે શું સંદેશ આપવા માંગો છો? સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ 2002 નાં રમખાણો માટે જામા મસ્જિદમાં જઈને માફી માંગવી જોઈએ. આખો દેશ જાણે છે કે 2002 નાં રમખાણોમાં કોંગ્રેસ પ્રેરિત NGO દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા, તે કોઈ પણ કેસમાં મોદીજી પર કોઈ આરોપ સાબિત થયો નથી.

અહેમદ પટેલ

ઉલ્લેખનીય છે કે રવિવારે પાલનપુર ખાતેની સભામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિશંકર ઐય્યર અને પાકિસ્તાની વડાની બેઠક મળી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. અને સાથે જ જણાવ્યું હતું કે અહેમદ પટેલને પાકિસ્તાનના સેનાના વડા ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માંગે છે. અને તે માટે સમાજ તેમને વોટ આપે તેવી પણ માંગ ઉઠી છે.

English summary
Amit shah: Jignesh Mewani gets funding from the organisation which is associate with ISIS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X