For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેના તથા વેજલપુર સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ભાજપા રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐત

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ભાજપા રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ગુજરાતની જનતાને વંદન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી તેમજ ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી સમગ્ર ગુજરાતના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

AMIT SHAH

ગુજરાત વિધાસનભાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના લોસભઆ વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બઠકો પર જીત મળી છે. એટલુ જનહી આપના ઉમેદવારના ત્રમ બેઠકો પર ડિપોઝીટ પણ જપ્ત થઇ છે. અમિત શાહના લોકસભા વિસ્તારમાં ઘાટલોડિયા, નારાણપુરા, સાબરમીત, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, કલોલ દહેગામમં ભાજપના તમામ ઉમેદવારોની જીત થઇ છે.

શાહે ઋણ સ્વીકાર સાથે કહ્યું હતું કે ગુજરાતની વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં નાગરિકોએ ફરી એક વખત ભાજપને ખોબલે ને ખોબલે મતના માધ્યમથી તેમના અપાર સ્નેહ અને આશીર્વાદ વરસાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે.છેલ્લા બે દાયકામાં આદરણીય મોદીજીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપાને આશીર્વાદ આપી જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

શાહે જણાવ્યું હતું કે આદરણીય મોદીના વિકાસ મોડેલમાં જનતાની અતૂટ વિશ્વાસની આ જીત છે. તેઓએ કહ્યું કે ગુજરાતે પોકળ વચનો, રેવડી અને તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને જન કલ્યાણને ચરિતાર્થ કરવાવાળા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી નેતૃત્વમાં ભાજપાને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે.આ પ્રચંડ જીતે બતાવ્યું છે કે સમાજનો દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડૂતો હોય દિલથી ભાજપાની સાથે છે.

શાહે અંતમાં કહ્યું હતું કે આ જીત રાજ્યના સાડા છ કરોડ ગુજરાતીઓએ છેલ્લા બે દાયકાથી ભાજપા પર વરસાવેલ અઢળક આશીર્વાદની, આ જીત ભાજપાની નાગરિકો પ્રત્યેની નિષ્ઠા, સમર્પિતતા અને જવાબદેહીની.

અત્રે ઉલ્લેખનીય છે કે શાહના ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં પણ તમામ સાતેય વિધાનસભા બેઠકો પર ભાજપની જીત થઈ છે. કોંગ્રેસનો ગઢ ગણાતી ગાંધીનગર ઉત્તર અને કલોલ સીટ પર પણ ભાજપા ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ઉપરાંત ઘાટલોડીયા, સાબરમત્તી અને નારણપુરા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેના તથા વેજલપુર સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ પણ સાચવી શક્યા નથી.

English summary
Amit Shah's BJP wins 7 Lok Sabha seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X