અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લડશે રાજ્યસભાની ચૂંટણી

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી અને ભાજપ નેતા જે.પી. નડ્ડાએ બુધવારે એક મોટી જાહેરાત કરી હતી. જે મુજબ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ખાતેની બે રાજ્યસભાની બે બેઠકો પર રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ચૂંટણી લડશે. જેપી નડ્ડા દ્વારા આ બન્નેના નામ પર મોહર લગાવવામાં આવી હતી. સાથે જ તેમણે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં બન્નેનું જીતવું નિશ્ચિત છે. આજે ગાંધીનગર ખાતે અમિત શાહ અને સ્મૃતિ ઇરાની પહોંચી તેમના ઉમેદવાર ફોર્મ ભરશે. નોંધનીય છે કે અમિત શાહ આ ચૂંટણી જીતી પહેલી વાર રાજ્યસભામાં જશે. સાથે ગુજરાતની રાજ્યસભાની ત્રણ સીટો માટે 8 ઓગસ્ટના રોજ ચૂંટણી થશે.

amit shah and smriti irani

કોંગ્રેસ દ્વારા આ માટે પહેલેથી જ શંકરસિંહ વાઘેલાની જગ્યા ખાલી થતા અહેમદ પટેલે નામાંકન ભરી દીધુ છે. જો અહેમદ પટેલ આ વખતે પણ ચૂંટણી જીતી જાય છે તો તે પાંચવી વાર જીતીને રાજ્યસભાના સાંસદ બનશે. વધુમાં તમને જણાવી દઇએ કે ગુજરાતની 11 રાજ્ય સભાના ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. આ વખતે ત્રણ સાંસદોની અવધિ 18 ઓગસ્ટ સુધી સમાપ્ત થાય છે. આ ત્રણ સાંસદો છે સ્મૃતિ ઇરાની, દિલીપભાઇ પંડ્યા અને અહમદ પટેલ કોંગ્રેસથી. જેમાં કોંગ્રેસ અને ભાજપ તેના એક એક ઉમેદવારને રિપીટ કરી રહી છે અને અમિત શાહ આ વખતે પહેલી વાર રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે.

English summary
Amit Shah and Smriti Irani will contest the Rajya Sabha elections from Gujarat
Please Wait while comments are loading...