અમિત શાહઃ કોંગ્રેસ સત્તા માટે શેખચલ્લીના સપનાં ન જુએ
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે આજે તાપીના વ્યારા ખાતે દક્ષિણ ગુજરાતના કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમ પાછળ ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં પણ 2017ની ચૂંટણી માટે કાર્યકર્તાઓનો કાર્યરત કરવાનો હતો.
ત્યારે આ કાર્યક્રમમાં અમિત શાહે રાહુલ ગાંધી સમેત કોંગ્રેસ પર અનેક આકારા પ્રહારો કર્યા હતા. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે અમિત શાહે તેમના ભાષણમાં શું કહ્યું તેના મુખ્ય મુદ્દા વાંચો અહીં...

કોંગ્રેસના શેખચીલ્લીના સપના
અમિત શાહે દક્ષિણ ગુજરાતના વાપીના વ્યારામાં ભાજપ કાર્યકરોને સંબોધતા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં સત્તા પર આવવાના કોગ્રેસના સપના, શેખચીલ્લીના સપના જેવા છે. 1995થી કોંગ્રેસ ગુજરાતમાં ખાતુ નથી ખોલી નથી શકી. અને 2017માં પણ તે ખાતું ખોલી નથી શકવાની.

2017માં ભાજપનો ભગવો લહેરાશે
અમિત શાહે 2017ની ચૂંટણીમાં ગુજરાત સમેત ભારતભરમાં ભાજપનો ભગવો લહેરાવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે 2017માં પણ ભાજપની સરકાર રૂપાણીના નેતૃત્વમા જ 2019ની જીતનો પાયો નંખાશે.

રાહુલ ગાંધી પર નિશાન
અમિત શાહે રાહુલ ગાંધી પર પણ નિશાન તાક્યુ કે તેમણે કહ્યું કે રાહુલ બે વરસના મોદી સરકારના શાસનમાં ભ્રષ્ટાચારનો કોઇ આરોપ ન લગાવી શક્યા. સાથે જ તેમણે કોંગ્રેસ પાસે બાર લાખ કરોડના ભ્રષ્ટાચારનો હિસાબ માગ્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ એક સભામાં મોદીના અઢી વર્ષના શાસનનો હિસાબ માંગ્યો છે તો પહેલા કોંગ્રેસીઓએ પોતાના કામનો હિસાબ આપવો જોઇએ.













Click it and Unblock the Notifications
