For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને આકર્ષશે અમિત શાહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 જુલાઇ: આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં દેશના મોટા યુવા વર્ગને પ્રભાવિત કરવા માટે ભાજપાના મહાસચિવ અમિત શાહને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે પાર્ટીના સંસદીય બોર્ડ, જેની બેઠક ગઇકાલે થઇ હતી, જેમાં ચર્ચા-વિમર્શ કરતાં દેશના મોટા મતદાર વર્ગને ખાસકરીને યુવાનો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચ બનાવવાની જવાબદારી અમિત શાહને સોંપવાનો નિર્ણય કર્યો છે.

પાર્ટીની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી ખાસ સહયોગી અમિત શાહ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી અભિયાન ટીમમાં પણ સામેલ રહ્યાં છે. નરેન્દ્ર મોદી પણ ટ્વિટર, ફેસબુક અને ગૂગલ પ્લસ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૂરજોશથી અભિયાન ચલાવે છે.

મહાસચિવ રાજીવ પ્રતાપ રૂડીને રેડિયો પર અભિયાનોના માધ્યમથી જનતા સાથે તાલમેલ બેસાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીના નેતા મુરલીધર રાવ પર દેશભરમાં પાર્ટી કાર્યકર્તા સહિત યુવાનોને જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે.

amit-rajiv-abbas

મહાસચિવ ધમેન્દ્ર પ્રધાન, સંગઠન મહાસચિવ રામલાલ અને રાજનાથ સિંહના રાજકીય સલાહકાર સુધાંશુ ત્રિવેદીને સંગઠનાત્મક પ્રવૃત્તિ પર નજર રાખવાની અને કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓની બેઠક આયોજીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપા ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીને યુપીએ સરકારની કથિત નિષ્ફળતાઓ પર આરોપપત્ર તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેપી નડ્ડા પર ડૉક્ટરો, એન્જીનિયરો અને દેશભરમાં તાજેતરમાં અલગ-અલગ ધંધા સમુદાયોને જોડવાની જવાબદારી સોંપી છે.

ભાજપાના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીને દિલ્હી અને રાજસ્થાન પ્રદેશોનું કામ સોંપવામાં આવી શકે છે જ્યાં આ વર્ષે ચૂંટણી યોજાવવાની છે. સંસદીય બોર્ડની 8 જુલાઇના રોજ યોજાનારી બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીની ટીમને મજબૂત બનાવવા માટે રાજેશ જૈન, બીજી મહેશ, જેવા આઇટી એક્ષપર્ટનો સહારો લેવામાં આવશે. આ ઉપરાંત મીડિયા સાથે સંકળાયેલા કંચન ગુપ્તાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

English summary
In a bid to tap the sizable youth population of the country ahead of the 2014 Lok Sabha polls, BJP has given the task of mobilising them through social media to general secretary Amit Shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X