અમિત શાહે રાહુલ ગાંધીને રામ મંદિર નિર્માણ માટે આપ્યુ આમંત્રણ, જાન્યુઆરી 2024 માં ટિકિટ બુક કરવા કહ્યુ
કેન્દ્રીય મંત્રી અમિત શાહે નડિયાદ જિલ્લાના મહુધા ખાતે જંગી ચૂંટણી સભાને સંબોધન કરીને ભાજપના ઉમેવાદર માટે પ્રચાર કર્યો હતો. અમિત શાહ ગુજરાતમાં અલગ અલગ ચાર સભાઓને સંબોનધ કરવાના છે. જેમા તેમના દ્વારા પહેલી સભા મહુધા ખાતે સભ
કેન્દ્રીય મંત્રી અમિત શાહે નડિયાદ જિલ્લાના મહુધા ખાતે જંગી ચૂંટણી સભાને સંબોધન કરીને ભાજપના ઉમેવાદર માટે પ્રચાર કર્યો હતો. અમિત શાહ ગુજરાતમાં અલગ અલગ ચાર સભાઓને સંબોનધ કરવાના છે. જેમા તેમના દ્વારા પહેલી સભા મહુધા ખાતે સભાને સંબોધીને વિરોધીઓને આડેહાથ લીધા હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ચૂટણી સભામાં પ્રચાર દરમિયાન કોગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી દ્વરા રામ મંદિર મુદ્દે સતત મજાક કરવામાં આવતી હતી કે, "મંદિહ વહી બનાયે ગે તારીખ નહી બતાયેગે" આવી મજાક કરવામાં આવતી ત્યારે રાહુલ ગાંધીને 1 જાન્યુઆરી 2024 ની ટીકિટ બુક કરવા માટે અમિત શાહે જણાવ્યું હતુ.
અમિત શાહે વધુમાં જણાવ્યુ ંહતુ કે, 370 ની કલમ જ્યારે હટાવાની વાત આવી ત્યારે રાહુલ ગાંધી અને વિરોધીઓ રાજ્ય સભામાં વિરોધ કરતા હતા જેમા આપ, સપા, બસપા, સીપીઆઇ સહિતના નેતાઓ ઉભા થઇને બોલ્યા હતા. કોગ્રેસના નેતા કહેતા હતા કે, 370 ની કલમ હટાવમાં આવશે તો લોહીની નદીઓ વહેશે. આ દિવસો ગયા જ્યારે હિસા થતી હતી. લોહીનું એક ટીપુ નથી પડવા દિધુ અને 370 ની કલમ હટાવી દિધી છે.
અમિથ શાહે જણાવ્યુ હતુ કે, 2004 થી 2014 સુધી કોગ્રેસની સરકાર હતી તે દરમિયાન કોગ્રેસ દ્વારા 12 હજાર કરોડના કૌભાંડો કર્યા છે. એક પત્રકારે કહ્યુ કે, કોગ્રેસના રાજમાં કૌભાંડો ગણાતા નહોતા અન ભાજપના રાજમાં કૌભાંડ જણાતા નથી.
શાહે જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા 18 હાજર ગામડામઓમાં 10 કરોડ શૌચાલયો બનાવીને માતા બહેનોને ઇજત આપવાનું કામ કર્યુ છે. ગરીબ મધ્યમ વર્ગને કોરોના કાળમાં 5 કિલ્લો મફત અનાજ આપવાનું કામ કરવામાં આવ્યુ છે. ગરીબોને આરોગ્યની સુવિધા આપી છે. ગુજરાતમાં અંબાજીથી લઇને દ્વારાકા પાટણમાં રસ્તાનું આખુ નેટવર્ક ઉભૂ કરવામાં આવ્યુ છે.
શાહે જણાવ્યું હતુ કે, કોરોનામાં દેશના તમામ લોકોને રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે રાહુલ બાબા કહેતા હતા કે, આ તો ખોટી રસી છે. કોરોના કાળમાં પણ આ લોકો દ્વારા રાજકારણ કરવામાં આવતુ હતુ. રાહુલ ગાંધી પણ રાતના અંધારામાં રસી મુકાવી આવ્યા હશે. કોરોનાની બીકે.
શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત રોજગાર આપવામાં નંબર વન છે. મૂડી રોકાણમાં આગળ છે. સ્ટાર્ટઅપમાં આગળ પડતુ છે. પહેલા અંહી રમખાણ થતા હતા. હિસા થતી હતી .છેલ્લા 20 વર્ષમાં હિંસા થવ નથી દિધુ.












Click it and Unblock the Notifications
