For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPમાં જે થયું છે તે ગુજરાતમાં 18 ડિસેમ્બરે પણ થશે, શાહની આગાહી

અમિત શાહ કરી આગાહી 18મી ડિસેમ્બરે 11 વાગ્યા સુધીમાં બધાને ખબર પડી જશે કે ભાજપ જ આવશે. ત્યારે સોમનાથના દર્શન કરી અમિત શાહ જનસભામાં શું કહ્યું વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીતની પછી ગુજરાત ભાજપ ગેલમાં આવી ગઇ છે. નોંધનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગીર સોમનાથ વિસ્તારમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અહીં અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન પણ કર્યા હતા. ત્યારે આ પ્રસંગે ઉત્તર પ્રદેશની જીત પછી ગીરની એક જનસભામાં અમિહ શાહ કહ્યું હતું કે આજે યુપીમાં બીજું કશું નથી થયું પણ ગુજરાતમાં 18 ડિસેમ્બરે જે થવાનું છે તે થયું છે. આ આગાહી સાથે જ તેમણે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર પણ શાબ્દિક પ્રહારો કર્યો હતો.

Somnath

અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાહુલ ગાંધી અમેઠીમાં જ કોંગ્રેસને ડૂબાડી ચૂક્યા છે. જે રીતે રાહુલ ગાંધી એક પછી એક ગુજરાતની મુલાકાતો કરી રહ્યા હતા તેના કરતા અમેઠીમાં જઇને થોડું કામ કરી લીધુ હોત તો તેમની આવી સ્થિતિ ના થઇ હોત. વધુમાં અમિત શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તેવી પણ આગાહી કરી હતી કે 18મી ડિસેમ્બરે 11 વાગ્યા સુધીમાં જ ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે ભાજપ જ આવશે. નોંધનીય છે કે અમિત શાહનો આ ગીર સભાનો વીડિયો ભાજપે તેના સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. તો આ વીડિયો તમે પણ જુઓ અહીં.

English summary
Amit Shah : what happened in UP today will happens in Gujarat on 18 December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X