For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું પહેલું એમ્ફિબિયસ વ્હીકલ અમદાવાદમાં, કરાવશે રિવરફ્રન્ટની સૈર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 5 નવેમ્બરઃ અમદાવાદમાં વિકાસની નવી ગાથા લખનાર સાબરમતી રિવરફ્રન્ટમાં ટૂંક સમયની અંદર પાણીમાં ચાલતું વ્હીકલ જોવા મળશે. આ ભારતનું પહેલી કોમર્સિયલ એમ્ફિબિયસ વ્હીકલ હશે. આ વ્હીકલમાં 16 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે અને તે જમીન તથા પાણીમાં સહેલાયથી ચલાવી શકાય છે. આ વ્હીકલને ચીનના ઝેજિંગમાં આવેલી કંપની શાંગ્યુ બોનાઇ મોટર બોટ મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી ખરીદવામાં આવી છે. જેની કિંમત 50 લાખ રૂપિયાની આસપાસ છે. તેમજ રિવર ફ્રન્ટ પાસે આ વ્હીકલને શહેરની કંપની આમ્રપાલી દ્વારા ઓપરેટ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

amphibious-vehicle
આ વ્હીકલ અંગે વાત કરવામાં આવે તો તેની સ્પીડ કલાકના 20થી 25 નોટ્સની છે અને તેમાં 15થી 20 મીનિટ મુસાફરી કરવા માટે અંદાજે 200થી 250 રૂપિયા સુધી ચુકવવા પડશે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર આમ્રપાલી ઇન્ડસ્ટ્રીઝના જોલી પટેલે જણાવ્યું કે, આ વ્હીકલ ડીઝલથી ચાલે છે, તેને પાણીમાં દાખલ થવા માટે અમુક સ્થળ અને પાર્કિંગની જરૂરિયાત રહેશે જે સાબરમતીના વેસ્ટર્ન કિનારે ઊભુ કરવામાં આવશે અને પાણીમાં બસની રાઇડ લેવા માટે લોકોએ આ સ્થળે આવવું પડશે. ઉપરાંત આ વ્હીકલને ચલાવવા માટે ડ્રાઇવરને ખાસ ટ્રેનિંગ આપવામા આવશે, જેથી તે આ વ્હીકલને એક બોટ તરીકે પણ સહેલાયથી ચલાવી શકે.

શા માટે તેને એમ્ફિબિયસ વ્હીકલ કહેવામાં આવે છે?
આ એક એવું વ્હીકલ છે જે જમીન ઉપરાંત પાણીમાં પણ સરળતાથી ચાલી શકે છે. એમ્ફિબિયસ વ્હીકલ્સમાં સાયકલ, એટીવી, કાર્સ, બસ, ટ્રક, મિલિટ્રી વ્હીકલ્સ અને હોવરક્રાફ્ટ પણ આવે છે. તમને યાદ હોય તો 1976માં જેમ્સ બોન્ડ શ્રેણીની એક ફિલ્મ આવી હતી. તેમાં પણ આ પ્રકારના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદીઓ ટૂંક સમયમાં એ જ પ્રકારના વ્હીકલમાં સાબરમતી રિવરફ્રન્ટમાં વિહરતા જોવા મળશે અને તેનો આનંદ માણશે.

English summary
India’s first commercial amphibious vehicle will be launched at Sabarmati riverfront in Ahmedabad by end of this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X