ગેસનો બોટલો ફાટતા એકજ પરિવારના ૧૦ લોકો દાઝ્યા

Subscribe to Oneindia News

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ત્રબોડા ગામે આજે વહેલી સવારે ગેસનો બાટલો ફાટતા ઘરના 10 લોકો દાઝ્યા હતા. જેમાંથી 1૦ પૈકી 7ની હાલત ગંભીર છે, તમામને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર આપી વધુ સારવાર અર્થે અમરેલી ખસેડાયા છે. ત્યારે હાલ તો આ આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

burn

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પરિવારના કેટલાક સભ્યો નિંદ્રામાં હતા ત્યારે અગમ્ય કારણોસર ગેસનો બાટલો ફાટતા એકજ પરિવારના 10 લોકો દાઝ્યા હતા. જે લોકોને ગંભીર રીતે દાઝ્યા છે તેમને અમરેલી ખસેડાયા છે. એટલું જ નહીં આ આગમાં ઘરવખરી સહીત ઘરનો સમાન બળીને ખાખ થઇ ગયો હતો. જો કે સદ્દનસીબે આ દુર્ધટનામાં કોઇની મોત ન થતા પરિવાર પર મોટી આફત ટળી છે.

fire
English summary
Amreli : gas cylinder blast, 10 people of same family burn badly.
Please Wait while comments are loading...