અમરેલીના ખેડૂતને વીજ વિભાગે ફટકાર્યો એક રૂપિયાનો દંડ, ખેડૂતે આ રીતે લીધો બદલો

Gujarat electricity department, Amreli: ગુજરાત ઉર્જા વિભાગના એક ખેડૂતને એક રૂપિયા માટે નોટિસ મોકલી દીધી છે. જેના જવાબમાં ખેડૂતે 500 રૂપિયાની નોટ આપીને એક રૂપિયા કાપીને બાકીના છુટ્ટા આપવા જણાવ્યું હતું. જે સામે ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ આના પર નારાજગી જર્શાવતા જણાવ્યું હતું કે, માત્ર એક રૂપિયામાં નોટિસ ફટકારવી અયોગ્ય છે.

અમરેલી જિલ્લાના ખેડૂત હરેશ ભાઈ સોરઠીયાએ પોતાનું વીજ જોડાણ બંધ કરી દીધું હતું. લગભગ 7 વર્ષ પછી, એનર્જી કંપની પીજીવીસીએલ દ્વારા તેમને લોક અદાલતમાં આવવા માટે 1 રૂપિયાની નોટિસ આપી હતી.

Gujarat electricity department

લોક અદાલતમાં ન્યાયિક અધિકારીઓએ આ કેસમાં ઉર્જા વિભાગના અધિકારીઓને ફટકાર લગાવી અને જણાવ્યું હતું કે, એક રૂપિયો વસૂલવા માટે પાંચ રૂપિયાના સ્ટેમ્પ વાળુ કવર મોકલ્યું હતું.

સમય વેડફવા પર વ્યક્ત કરી નારાજગી - આટલું જ નહીં ખેડૂતો અને અધિકારીઓનો સમય બગાડવા પર નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ ખેડૂતે ઉર્જા વિભાગના અધિકારીઓને રૂપિયા 500ની નોટ આપીને રૂપિયા 1ની બાકી રકમ કાપીને બાકીના 499 પરત કરવા જણાવ્યું હતું.

જ્યારે તેની રસીદ માંગવામાં આવી, ત્યારે ઉર્જા વિભાગના અધિકારીઓએ રસીદ આપવામાં અસમર્થતા દર્શાવી હતી. ખેડૂતે જણાવ્યું કે, એક રૂપિયા માટે સરકારી અધિકારીઓએ તેનો સમય અને સરકારી નાણાંનો બગાડ જ કર્યો છે, આ સાથે તેને એક દિવસ અને પૈસા પણ ગુમાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X