અમૂલ દુધને મોંઘવારી નડી, ફરી એક વખત ભાવમાં આટલા રૂપિયાનો વધારો!

મોંઘવારીનો માર દિવસે દિવસે આમ આદમીને નડી રહ્યો છે. પેટ્રોલ-ડિઝલના ઉંચા ભાવ સામાન્ય માણસનું જીવવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે. પેટ્રોલ ડિઝલના ભાવની અસર સામાન્ય માણસ સાથે જોડાયેલી તમામ વસ્તુઓના ભાવ પર પડે છે.

અમદાવાદ : મોંઘવારીનો માર દિવસે દિવસે આમ આદમીને નડી રહ્યો છે. પેટ્રોલ-ડિઝલના ઉંચા ભાવ સામાન્ય માણસનું જીવવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે. પેટ્રોલ ડિઝલના ભાવની અસર સામાન્ય માણસ સાથે જોડાયેલી તમામ વસ્તુઓના ભાવ પર પડે છે. હાલ દુનિયામાં યુદ્ધના કારણે કાચા તેલની કિંમત ઉચકાઈ રહી છે ત્યારે દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઉચકાવાની દહેશત વચ્ચે હવે અમૂલ તરફથી પણ સામાન્ય માણસની મુશ્કેલી વધારતા સમાચાર સામે આવ્યા છે.

અમૂલ દુધના ભાવમાં વધારો

અમૂલ દુધના ભાવમાં વધારો

સામાન્ય માણસ માટે દુધ સૌથી જરૂરી વસ્તુઓમાનું એક છે ત્યારે હવે અમૂલે ફરી એક વખત દુધના ભાવમાં 4 ટકાનો વધારો કર્યો છે. માહિતી મુજબ, અમુલે તેની ગોલ્ડ, તાજા અને શક્તિ સહિતના તમામ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે તમામ દુધ પર 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. આ નવા ભાવ આવતીકાલ એટલે કે પહેલી માર્ચથી અમલમાં આવશે.

દુધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો

દુધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો

અમૂલ દુધના ભાવ પર નજર કરીએ તો, નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડના 500 એમએલ પેકના નવા ભાવ 30, અમૂલ તાજાના 24 રૂપિયા અને અમૂલ શક્તિના 27 રૂપિયા થશે. આ તમામ ભાવ એક માર્ચથી વધી જશે.

પશુપાલકો માટે પ્રતિ કિલો ફેટ 5 ટકા વધારો

પશુપાલકો માટે પ્રતિ કિલો ફેટ 5 ટકા વધારો

બીજી તરફ વાત કરીએ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા પશુપાલકોના ઈનપુટ ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશનના સભ્ય સંઘો દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતી કિંમતમાં 5 ટકાનો વધારો કરાયો છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ભાવ 35 થી વધારીને 40 કરાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X