બાગાયત ખાતા દ્વારા વિવિધ સહાય માટે અરજી મંગાવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ-ખેડૂત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

વધુમાં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આવતીકાલ એટલે કે તા.૨૨ એપ્રિલથી ૩૧મે-૨૦૨૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
