આણંદ કલેકટર કચેરીમાં તલાટી સહીત 2 લાંચ લેતા ઝડપાયા
આણંદ કલેક્ટર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂત અને વચેટિયા બાજરુદ્દીન મલેકની અટકાયત થઈ છે.

જમીનમાં વારસાઈની ના-મંજૂર થયેલી નોંધને ફરીથી મંજૂર કરાવવા માટે અરજદાર પાસે લાંચ માંગવામાં આવી હતી. આ કામના બદલામાં આરોપીઓએ ૧૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે લેતા તેઓ રંગેહાથ પકડાયા છે.
ACB દ્વારા બંને લાંચિયા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઘટનાથી કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે.












Click it and Unblock the Notifications
