Anand Lok Sabha Election Results 2024 LIVE Gujarati: આણંદ સીટ લાઇવ રિઝલ્ટ, અમિત ચાવડા વર્સિસ મિતેષ પટેલ
Anand Lok Sabha Election Results 2024 LIVE Gujarati: લોકસભા ચૂંટણી 2024 સંપન્ન થઇ ચૂકી છે અને હવે આજે 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થવા જઇ રહ્યાં છે. ત્યારે આણંદ બેઠક પર કોણ બાજી મારશે, આણંદ બેઠકમાં કોણ કેટલી લીડથી જીતશે, જીત કે હારના કારણો શું છે વગેરે જેવી બાબતોની લાઇવ અપડેટ આ આર્ટિકલમાં મળી રહેશે.

જો આણંદ લોકસભા બેઠકની વાત કરીએ તો આ લોકસભા સીટમાં સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાંઃ- ખંભાત, બોરસદ, અંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા સામેલ છે.
ગત ચૂંટણીની વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2019માં આણંદ બેઠક પર ભાજપના મિતેશ રમેશભાઈ પટેલને 6,33,097 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ માત્ર 4,35,379 મતથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ બેઠક પર ભાજપનો વોટશેર 57.10% છે.
જો કે આણંદ લોકસભા સીટ કોંગ્રેસે વધુ વખત જીતી છે. સૌથી પહેલાં 1957માં કોંગ્રેસના મણિબેન પટેલ આ બેઠક પરથી ચૂંટાયાં હતાં. કોંગ્રેસ કૂલ 6 વખત આ બેઠક પર વિજયી બની જ્યારે ભાજપ ચાર વખત આ બેઠક પર વિજયી બન્યું અને સ્વતંત્રતા પાર્ટી એક વખત આ બેઠક પર વિજયી બની.
લોકસભા ચૂંટણી 2024માં ભાજપના મિતેશ રમેશભાઈ પટેલની સામે કોંગ્રેસના અમિત ચાવડા ચૂંટણી મેદાનમાં છે. આણંદમાં કૂલ 17,80,182 મતદારો છે જેમમાંથી લોકસભા ચૂંટણી 2024માં 65.04 ટકા મતદાન થયું હતું. આજે આણંદ લોકસભા બેઠક પરના ઉમેદવારોની કિસ્મતનો ફેસલો ખુલશે.
લાઇવ અપડેટ
8:00 AM મતગણતરી પહેલા આણંદ જિલ્લામાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો.
8:00 AM - બેલેટ પેપરની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. આણંદ બેઠક પર ભાજપના મુકેશ પટેલ આગળ ચાલી રહ્યા છે.
8:59 AM - આણંદ લોકસભા પર અમીત ચાવડાને (કોંગ્રેસ) 4324, મિતેષભાઈ પટેલ (ભાજપ)ને 3862 મત. 462 મતે કોંગ્રેસ આગળ
9:55 AM - આણંદથી ભાજપના મિતેશ પટેલ 117 મતથી આગળ ચાલી રહ્યા છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
