Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આણંદ: રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને કપડાં તથા રમકડાઓનું વિતરણ કરાયુ

કોરોના કાળમાં ઘણા લોકોના નોકરી ધંધા ચોપટ થઇ ગયા છે. આવા સમયમાં ગરીબ અને મજુરી કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમૃદ્ધ સુખી પરિવાર તો પોતાની તમામ જરૂરિયાત પોતાની ઈચ્છા મુજબ પુરી કરી શકે છે પરંતુ આ મોંઘવારી

કોરોના કાળમાં ઘણા લોકોના નોકરી ધંધા ચોપટ થઇ ગયા છે. આવા સમયમાં ગરીબ અને મજુરી કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમૃદ્ધ સુખી પરિવાર તો પોતાની તમામ જરૂરિયાત પોતાની ઈચ્છા મુજબ પુરી કરી શકે છે પરંતુ આ મોંઘવારીમાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને એક સમયે જમવામાટે પણ ચિંતા થતી હોય છે. આવા સમયે ઘણા લોકો ગરીબ અને મજુરી કરતા લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે. આવી જ રીતે રૂટ્સ ફાઉન્ડેશન પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આગળ આવ્યું છે

Roots Foundation

રૂટ્સ ફાઉન્ડેશને આણંદ અને પોદાર સ્કૂલ, જીટોડીયા દ્વારા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને કપડાં, ચંપલ તથા રમકડાં નું વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. આ બંને સંસ્થાઓ દ્વારા ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી જે લોકો ને આ સેવાકીય કાર્ય માટે સહયોગ કરવો હોય તે લોકો સુધી પહોંચ્યા હતા. સંસ્થાના કાર્યકરોએ લોકોના ઘરે ઘરે પહોંચીને તેમના જૂના કપડાં, ચંપલ અને રમકડાં એકત્રિત કર્યા હતા. આ સામાન તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વહેંચવામાં આવ્યા હતા.

આ શુભ કાર્ય માં રૂટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક તનુજ પટેલ ની દિકરી તનીશી એ પણ પોતાના જૂના રમકડાં સાથે સાથે નવા રમકડાં પણ વિતરીત કર્યા હતા અને સમાજ માં એક ઉત્તમ ઉદાહરણ આપી લોકો ને આવા સેવાયજ્ઞ માં જોડાવવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા આણંદ તાલુકાના દરેક ગામ માં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ કરી ને ગામમાં જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છેકે રૂટ્સ ફાઉન્ડેશન સેવાકીય પ્રવૃતિઓ માટે આણંદ જિલ્લા માં ખુબ જાણીતું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X