For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદીબેને સંભાળ્યું ગુજરાતનું સુકાન, શપથવિધિમાં દિગ્ગજો હાજર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 મેઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી અને મણિનગરના ધારાસભ્ય પદેથી ભાજપના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દીધા બાદે આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ વિધિમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં છે. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ અન્ય મંત્રીઓ શપથ ગ્રહણ કર્યાં હતા. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આનંદીબેન પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત તમામ દિગ્ગજ નેતાઓને મળ્યા હતા અને આભાર માન્યો હતો. ઉપસ્થિત નેતાઓએ મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

આનંદીબેન પટેલને મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નીતિન પટેલે શપથ ગ્રહણ કર્યા હતા, શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યપાલને મળ્યા હતા. નીતિન પટેલ બાદ રમણલાલ વોરા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ, ગણપત વસાવા, બાબુ બોખિરિયા, દીલીપ ઠાકોર, વસુબેન ત્રિવેદી, પ્રદીપસિંહ જાડેજા, છત્રસિંહ મોરી, જયદ્રથસિંહ પરમાર, રજનીકાંત પટેલ, ગોવિંદ પટેલ, નાનુભાઇ વાનાણી, જંયતિ કવાડિયા, શંકરભાઇ ચૌધરી, તારાચંદ છેરા, જયેશ રાદડિયા, બચુભાઇ ખાબડ, કાંતિભાઇ ગામિતે શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલે શપથવિધિ સમારોહ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી.

શપથ ગ્રહણ કરતાની સાથે જ આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી બની ગયા છે. તેઓ 71 વર્ષના છે. મંત્રી મંડળે શપથ ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલને મળ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.

મંચ પર નરેન્દ્ર મોદી, એલકે અડવાણી, રાજનાથ સિંહ, અમિત શાહ, કેશુભાઇ પટેલ, સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોશી, રમણ સિંહ, શિવરાજ સિંહ, વસુંધરા રાજે, વૈંકયા નાયડુ, ઉદ્ધવ ઠાકરે, બાદલ હાજર રહ્યાં હતા. કેશુભાઇ પટેલ જ્યારે સમારોહમાં આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી તેમને હાથ પકડીને મંચ સુધી લાવ્યા હતા. જ્યાં કેશુભાઇ પટેલ એલકે અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યા હતા.

નોંધનીય છેકે, ગત કાલે મળેલી ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે આનંદીબેન પટેલના નામનો પ્રસ્તાવ મુખ્યમંત્રી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. જેને અંતિમ મહોર પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાવી હતી. જ્યારે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે તેઓ ઘણા જ ભાવુક થઇ ગયા હતા. આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજ્યને પહેલા ગોલ્ડ મેડલિસ્ટ મુખ્યમંત્રી મળી રહ્યાં છે. આનંદીબેન પટેલના શપથ ગ્રહણનો વીડિયો અહી રજૂ કરવામા આવ્યો છે.

English summary
Anandiben Patel takes oath as the Chief Minister of Gujarat at Mahtma Mandir, Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X