બેટી બચાવો-બેટી પઢાઓના કાર્યક્રમાં હાજરી આપવા આનંદીબેન પાનીપતમાં
અમદાવાદ, 20 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બેન પટેલ આજે હરિયાણાના પાનીપતમાં મહિલા સશક્તિકરણ, બેટી બચાવો-બેટી પઢાઓ નેશનલ વર્કશોપમાં હાજરી આપવામાં માટે જશે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં આ અભિયાનને સફળતા પ્રાપ્ત થયા બાદ તેને અન્ય રાજ્યોએ પણ અપનાવ્યું છે.
આનંદીબેન પટેલ મંગળવારે 20 જાન્યુઆરીના રોજ હરિયાણાના પાનીપતમાં યોજાનારી 'બેટી બચાવો-બેટી પઢાઓ' વિષયક રાષ્ટ્રીય કાર્યશાળામાં વિશેષ હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં બેટી બચાવો-બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરી હતી, અને તેને રાજ્યવ્યાપી મોટી સફળતા હાસલ થઇ હતી. આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવાથી આ અભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવાની નેમ અપનાવવામાં આવી રહી છે, જેનું વડાપ્રધાન 22 તારીખે વિધિવત લોંચિંગ કરશે.












Click it and Unblock the Notifications
