મહિલાની સાથે અશ્લીલ હરકત કરતા આણંદના કલેક્ટર સસ્પેન્ડ
આણંદ જિલ્લા કલેક્ટર મહિલા સાથે ગેરવર્ણૂંક કરતા કેમરામાં કેદ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના 2008 બેચના આઇએએસ અધિકારી ડી.એસ. ગઢવીનો મહિલા સાથે વાંધાજનક વીડિયો વાયરલ થતા કાર્યવાહી કવરામાં આવી છે. કથિત વીડિયોમાં કલેક્ટર મહિલા સાથે ગેરવર્તણૂક કરતા દેખાય છે. આ વીડિયો છ મહિના પહેલાનો છે જેમા કલેક્ટર પોતાની જ કચેરીની મહિલાા સાથે હરકતો કરતા દેખાય છે.

આ મામલે તપાસ કરવા માટે રાજ્ય સકાર દ્વારા ત્રણ મહિલા આઇએએસ અને બે સચિવ કક્ષાના અધિકારીની સમિતિ બનાવી છે. કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા રાખીને વીડોય શૂટ કરવામાં આવ્યો હોવાની અશંકા છે.
તપાસ સમિતિમાં અધિક મુખ્ય સચિવ સુનયના તૌમર, અગ્ર સચિવ મમતા વર્મા, સચિવ મનિષા ચંદ્રા તથા સચિવાલયના અધિકારીઓ દેવી પંડ્યા તથા ભક્તિ શઆમળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બનાવમાં તપાસ અહેવાલ તૈયાર કરીને સામાન્ય વહિવટ વિભાગને સોપવામાં આવશે.












Click it and Unblock the Notifications
