અંજારમાં અંજપા ભરી સ્થિતિ, કારણ યુવતીને ભગાડી જવું

Posted By:
Subscribe to Oneindia News

કચ્છના અંજારમાં શુક્રવાર સાંજે બે યુવતીઓ ગુમ થવાને લઇ રેલી નીકળ્યા બાદ કેટલાક તોફાની તત્વોએ ગંગા બજારમાં દુકાન સળગાવી હતી જેને બજારમાં અંજપા ભરી સ્થિતિ સર્જાઇ હતી. પૂર્વ કચ્છમાં આવેલ અંજારમાં બે બહેનો ગુમ થઇ ગઈ છે. પરીક્ષા માટે ઘરેથી નીકળ્યા બાદ ઘરે પાછી ન આવતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આ બનાવની 28મી ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. પરિવારના લોકોનો આક્ષેપ હતો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ પગલા ન ભરાતા આહીર સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અને સભા બાદ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક તોફાની ટોળા દ્વારા ગંગા બજારમાં દુકાન સળગાવામાં આવી હતી. જેને લઇને શહેરમાં તંગદીલી ભર્યું માહોલ થઇ ગયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.

anjar

અસામાજિક તત્વો દ્વારા ગંગા બજાર અને દબડા વિસ્તાર દુકાનોમાં આગ ચંપી કરવામાં આવી હતી અને અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરતા પોલીસે લાઠીચાર્જ અને એક ટીયર ગેસનો સેલ છોડ્યો હતો. જે બાદ બે DYSP, પાંચ પી આઈ, ૧૦ પી એસ આઈ, પોલીસ કર્મીઓ અને એક SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સાથે જ શહેરની શાળાઓમાં પણ તંગદીલીને લઇ રજા જાહેર કરવામાં આવી છે.

સૂત્ર પાસેથી માહિતી મળી અનુસાર બંને યુવતીઓને વિધર્મી સમાજના યુવકો દ્વારા ભગાવાઈ હોવાના કારણે વધુ તંગદીલી સર્જાઈ રહી છે. ભગાડી જનાર યુવકોના ઘરે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે પોલીસે ૨૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે હાલ પોલીસે દ્વારતા સ્થિતિ કાબુમાં છે.

English summary
Anjar : two girls are missing, angry mob burn shop at Market. Read more on it.
Please Wait while comments are loading...