For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંજાર ગાયત્રી ચાર રસ્તામાં ખાડા અને ખરાબ રોડ, બંધ સ્ટ્રીટ લાઇટ્સથી રાહદારીઓ પરેશાન

હાલ રાજ્યમાં વરસાદની ઋતુ ચાલી રહી છે, જોકે ચોમાસાની શરૂઆત નબળી રહી હોવાથી હજૂ સુધી વરસાદનું આગમન થયું નથી. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદને કારણે રોડરસ્તા ધોવાઇ જતા હોય છે અને ભૂવા તેમજ ખાડા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે.

|
Google Oneindia Gujarati News

હાલ રાજ્યમાં વરસાદની ઋતુ ચાલી રહી છે, જોકે ચોમાસાની શરૂઆત નબળી રહી હોવાથી હજૂ સુધી વરસાદનું આગમન થયું નથી. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદને કારણે રોડરસ્તા ધોવાઇ જતા હોય છે અને ભૂવા તેમજ ખાડા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જો વગર વરસાદે લોકોને આવી હાંલાકી ભોગવવી પડે તો વાંક સત્તા પર બેઠાલા લોકોનો છે, જેનો ભોગ સામાન્ય પ્રજા બને છે.

Recommended Video

કચ્છ : અંજાર ગાયત્રી ચાર રસ્તામાં ખાડા અને ખરાબ રોડ, બંધ સ્ટ્રીટ લાઇટ્સથી રાહદારીઓ પરેશાન

ખરાબ રોડ

અંજાર ગાયત્રી ચાર રસ્તામાં ખાડા અને ખરાબ રોડ, બંધ સ્ટ્રીટ લાઇટ્સથી રાહદારીઓ પરેશાન છે. ઐતિહાસિક શહેરમાં વિવિધ વિકાસના લોકાર્પણ કરવામાં આવે છે, પરંતુ રોડ રસ્તાની હાલત આજે પણ ખરાબ જોવા મળ છે. સત્તાધારી પક્ષ જાણે રોડરસ્તા બનાવાનું કે તેનું સમારકામ કરવાનું ભૂલી જ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

વહેલી સવારથી મોડી રાત સુધી વ્યસ્ત રહેતા રસ્તા પર ખાડાનું રાજ છે. આ સાથે આ રસ્તાઓ પર કરોડોના ખર્ચે મૂકવામાં આવેલી સ્ટ્રીટ લાઇટ્સ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જે કારણે રાહદારીઓને ભારે હાંલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. અંજાર શહેરમાં ખરાબ રસ્તા અને બંધ સ્ટ્રીટ લાઇટ્સના પગલે અકસ્માતોની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ રસ્તા પર અધિકારીઓ અને સત્તાધિશો પણ નિકળે છે, પરંતુ તેમને આ રસ્તાની ખરાબ હાલત દેખાતી નથી કે જોવા નથી માંગતા કોને ખબર.

English summary
The state is currently experiencing a rainy season, though the onset of monsoon has been weak and no rains have yet arrived. Roads are usually washed away due to rains in monsoons and are prone to eyebrows as well as potholes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X