કથિત ઓડિયોમાં બહાર આવી નરેન્દ્ર પટેલ અને કોંગ્રેસ નેતાની વાત?

Written By:
Subscribe to Oneindia News

પાસના મહેસાણાના કન્વીર નરેન્દ્ર પટેલે ભાજપમાં જોડાયાના અઢી જ કલાકમાં એક ઓડિયો ક્લિપ જાહેર કરી કહ્યું હતું કે, વરુણ પટેલ તરફથી ભાજપમાં જોડાવા માટે તેમને એક કરોડની ઓફર કરવામાં આવી હતી. તેમણે પત્રકાર પરિષદ કરી આ વાત જણાવી હતી. ત્યાર બાદ હવે અન્ય એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં નરેન્દ્ર પટેલ કોંગ્રેસ સાથે ભાજપ પર આરોપ લગાવવા અંગે વાતો કરતા સંભળાય છે. આ ઓડિયો ક્લિપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર પટેલે ભાજપ પર લગાવેલ લાંચના આરોપો ખોટા હતા અને આમ કરવા માટે નરેન્દ્ર પટેલને કોંગ્રેસ તરફથી રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઓડિયો ક્લિપમાં ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે પૈસાની લેવડ-દેવડ અંગે પણ વાતો થઇ છે. જો કે, આ ઓડિયો ક્લિપ કેટલી સાચી છે કે ખોટી એની અધિકૃત તપાસ હજુ થઇ નથી.

Narendra patel

પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે આ આખી વાતને ખોટી ગણાવી છે. નરેન્દ્ર પટેલે આ અંગે કહ્યું હતું કે, એ ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી. આ ષડયંત્ર છે. હું સાચો હતો, માટે જ મેં અઢી કલાકમાં પર્દાફાશ કર્યો હતો. ખોટો હોત, તો અઢી મહિના બાદ પર્દાફાશ કર્યો હોત. મેં વરુણ પટેલ, જીતુ વાઘાણીને ખુલ્લા પાડ્યા પછી જ શા માટે આ ઓડિયો ક્લિપ વાયરલ કરી? સમાજને અંધારામાં રાખવા માટે આ ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. ઓડિયો ક્લિપમાં જે મહિલા સંમેલનનો ઉલ્લેખ છે, તે 14 મહિના પહેલા થયો હતો. તો ત્યારે જ શા માટે ક્લિપ બહારના પાડી? નરેન્દ્ર પટેલે આગળ કહ્યું હતું કે, તેઓ વકીલની સલાહ લઇને આગળ પગલું ભરશે.

English summary
Another audio clip of Paas leader Narendra Patel is going viral. What he has to say about it?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.