Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઈ તારીખ સુધી ક્યાં વરસશે વરસાદ

Gujarat Rain: બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે. જેની અસરથી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે. જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

Heavy Rain

Gujarat Rain Forecast: આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બનશે એટલે પવનની ગતિમાં પણ વધારો થશે, 2 કે 3 દિવસ બાદ પવની ગતિ વધવાની શરૂઆત થશે.

આગામી દિવસમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ વરસશે. આ નવા રાઉન્ડમાં વરસાદ અને અનેક વિસ્તારને આવરી લેશે. 6 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.

આજે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ,નર્મદા, વડોદરા, ભરૂચ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, છોટાઉદેપુર, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આણંદ, ખેડા આ તમામ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર રાજકોટમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

આજે પણ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે.આગામી 2 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. જમ્મુમાં વરસાદના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનને પણ અસર થઇ છે. માતા વૈષ્ણોદેવી કટરાથી નવી દિલ્લી વચ્ચેની ટ્રેન આજે રદ થઇ છે. તો અન્ય બે ટ્રેન પણ સંપૂર્ણ રદ કરવાનો રેલવે પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X