ગુજરાત સરકારની વધુ એક સફળતા, આકસ્મિક સ્થિતિમાં સંજીવની સાબિત થઈ 108 એમ્બ્યુલન્સ સેવા
ગુજરાત સરકારની વધુ એક સફળતા, આકસ્મિક સ્થિતિમાં સંજીવની સાબિત થઈ 108 એમ્બ્યુલન્સ સેવા
ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન 108ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો સુપેરે વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે 108 એમ્બ્યુલન્સની સેવા ખુબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. 57 એમ્બ્યુલન્સથી થયેલી આ 108ની નિશુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે.

ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ 257 તાલુકા, 18 હજાર જેટલા ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની સેવાનું માળખું ફેલાયેલ છે. ગણતરીની મિનિટમાં ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત, બિમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પુરી પાડવાનું કામ કરે છે. સગર્ભા મહિલાઓને પ્રસૂતિ દરમિયાન ખુબ ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પિડાવિહિન પ્રસૂતિ કરાવવામાં આ 108ની સેવા ખુબ મદદરૂપ બની છે.
રાજ્યમાં 108ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં 1.32 કરોડ લોકોએ આ 108 એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખુબ ગંભીર પરિસ્થિતિમાં આ 108 કર્મીઓની સમયસરની સેવાના કારણે 12.14 લાખ લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય પણ થયું છે. તો, 1.16 લાખ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજીત 3 હજારથી વધુ 108 કર્મીઓ સેવા આપી રહ્યા છે.
અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજી સજ્જ આ 108 એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરીંગ કરવાના કારણે આ સેવા ખુબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.
108 એમ્બ્યુલન્સમાં એટેન્ડન્ટ પારૂલ ઠાકોરે જણાવ્યું હતું કે, 108 મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખુબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલના સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર-ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પિડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે, સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે. અમો કોલ મળતાંની સાથે જ સ્થળ પર રવાના થઇ જઇએ છીએ.
ભયંકર અકસ્માતમાં બે વર્ષ પહેલાં અમોને ખુબ ઇજા પહોંચી હતી. આ દરમિયાન શરીરમાંથી પુષ્કળ લોહી પણ વહી ગયું હતું, આ સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સની સેવા તત્કાલિન મળવાના કારણે અમો સમયરસ પ્રાથમિક સારવાર મળતાં અને હોસ્પિટલમાં દાખલ થતાં હાલ જીવીત છીએ, તે વખતે અમો માટે 108ની સેવા દેવદૂત સમાન સાબિત થઇ હોવાનું જીવણભાઇ વાઘેલાએ જણાવ્યું હતું.
કોરોના દરમિયાન એકદમ ઓક્સિજન લેવલ નીચે જતાં 108 મારફતે ત્વરિત પ્રાથમિક સારવાર મળી જતાં અમોને નવજીવન પ્રાપ્ત થયું હોવાનો અહેસાન વ્યક્ત કરતાં રિઝવાનભાઇએ 108ની સેવાને રાજ્યની આરોગ્ય સેવાની શીરમોર સિદ્ધિ ગણાવી હતી.
ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે 108 ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર 108 સેવાનું મોનિટરીંગ ઇમરજન્સી મોનિટરીંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર અમદાવાદથી સંચાલિત થાય છે. જ્યાં રોજના અંદાજીત 6800 જેટલા કોલ્સ લેવામાં આવે છે. હાલમાં 108 એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવી છે. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રયાસથી આ સેવા માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવી છે. મોટી મેડિકલ ઇમરજન્સી દરમિયાન ખુબ ઓછા ખર્ચમાં એર એમ્બ્યુલન્સ સેવા પુરી પાડવામાં આવે છે. ખરેખર, રાજ્યમાં આરોગ્યની સેવાને ખુબ ઝડપી ઘર ઘર સુધી પહોચાડવામાં 108 એમ્બ્યુલન્સ સેવા પિડિતને નવજીવન બક્ષનાર દેવદૂત સમાન બની ગઇ છે. ઈમરજન્સીના કેસમાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ સંજીવની સમાન સાબિત થઈ છે. આંતરિયાળ વિસ્તારોમાં પણ 108 એમ્બ્યુલન્સ સેવા મળી રહે છે જે ગુજરાત સરકાર માટે મોટી સફળતા છે..
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
