For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં એસીબીનો સપાટો એક જ દિવસમાં 12 સ્થળોએ દરોડા

|
Google Oneindia Gujarati News

ACB વડા પી.પી.પાન્ડે અને એડીશનલ ડાયરેકટર શમશેરસિંહના માર્ગદર્શનમાં ACBની 50 ટીમો દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં આજે ACBનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમા પાંચ અધિકારીને ત્યાં 12 સ્થળોએ તપાસ હાથ ધરી 15 કરોડથી વધુની માલ-મિલકત જપ્ત કરાઇ હતી. અપ્રમાણસર મિલકત અંગે ગુના દાખલ કર્યા બાદ આ દરોડા પડાવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ACBના ઈતિહાસમાં લાંબા સમય બાદ આવું સર્ચ પરેશન હાથ ધરાયું હતું. ACB દ્વારા અપ્રમાણસરની મિલકતો શોધવા લાંબા સમયથી કવાયત ચાલતી હતી. ત્યારે ભારે ગુપ્તતાપૂર્વક અને કોઇપણ જાતની વિગત લીક ન થાય તેની તકેદારી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

acb raid

જે હેઠળ ગાંધીનગરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર અને હાલ પોરબંદરમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે ફરજ બજાવતા ડાયાલાલ ગીરધરલાલ મોદી તથા અન્ય ૬ અધિકારીઓ પર તવાઈ ઉતારવામાં આવી છે. તેઓની 61.79 લાખની કાયદેસરની આવક સામે 2.૦5 કરોડનું રોકાણ પ્રકાશમાં આવ્યું હતું. 1.43 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી.

ભરૂચના એઆરટીઓ અને હાલ સુરતમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ વશીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ૧-૩-૨૦૦૭ થી ૩૧-૩-૨૦૧૩ના વર્ષો દરમ્યાન 90.71 લાખની કાયદેસરની આવક સામે 1.29 કરોડની મિલ્કતો મળી આવી હતી. 38.43 લાખની અપ્રમાણસર મિલ્કત નોંધાઈ છે. તો બીજી તરફ આણંદના પોલીસ કોન્સ્ટેબલ નરેશ ગગજીભાઈ રબારી પર તવાઈ ઉતારવામાં આવી છે. ૧-૧-૨૦૦૮ થી ૩૧-૧૨-૨૦૧૪ દરમ્યાન ૨૭.૨૮ લાખની નિયત આવક સામે 60.85 લાખનું બેનામી રોકાણ સામે આવ્યું હતું.

English summary
Anti-corruption branch raid 12 different places in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X