એપોલોમાં બળાત્કારનો આરોપી ડોક્ટર છે પાકિસ્તાની!
અમદાવાદમાં એપોલોની ઘટનામાં નવો ખુલાસો થયો છે. ડેન્ગ્યૂગ્રસ્ત યુવતી પર બળાત્કાર આચરનાર ડોક્ટર યુવક પાકિસ્તાની હોવાની માહિતી બહાર આવી છે. ડોક્ટર રમેશ ચૌહાણ પાકિસ્તાનના સિંધ વિસ્થારથી વર્ક પરમીટ પર ભારત આવ્યો છે.

નોંધનીય છે કે આ કેસમાં પોલીસે ડોક્ટર તથા વોર્ડબોયના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે સાથે જ તેમના ડીએનએ સેમ્પલ પણ મેળવ્યા છે. દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે કે આરોપીના ગુના સંબંધે પાકિસ્તાન એમ્બેસીને જાણ કરવામાં આવશે. પરંતુ તેના સામે તમામ કાર્યવાહી ભારતીય કાયદા પ્રમાણે કરાશે. આ કેસમાં વિરેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું હતું કે આરોપી હાલ ભારતમાં રહે છે અને તેણે ભારતમાં ગુનો આચર્યો છે ત્યારે ભારતીય કાયદા પ્રમાણે પગલાં લેવામાં આવશે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલ તેવી અપોલો હોસ્પિટલમાં ડેન્ગ્યૂગ્રસ્ત યુવતી પર આઇસીયુમાં બળાત્કાર આચવાની ચોંકવનારી માહિતી બહાર આવી હતી. જે બાદ ડોક્ટરની પાકિસ્તાની હોવાની વાતે નવો વિવાદ સર્જ્યો છે.












Click it and Unblock the Notifications
