For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપોલોમાં યુવતી પર થયો છે બળાત્કાર: FSLનું સમર્થન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ ગાંધીનગર હાઇ વે પર આવેલી એપોલો હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા દુષ્કર્મ મામલે એફએસએલનો રીપોર્ટ બહાર આવ્યો છે. જે મુજબ તબીબે બળાત્કાર ગુજાર્યો હોવાની પુષ્ટી થઈ છે. આ ઘટના અંગે એફએસએલ પોતાનો રિપોર્ટ ટૂંક સમયમાં જ રજૂ કરશે.

એપોલોમાં બળાત્કારનો આરોપી ડોક્ટર છે પાકિસ્તાની!એપોલોમાં બળાત્કારનો આરોપી ડોક્ટર છે પાકિસ્તાની!

Apollo rape case: FSL confirm the report

ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ ચૌહાણ અને વોર્ડબોય ચંદ્રકાંત નામના વ્યક્તિ સામે હોસ્પિટલમાં ડેન્ગ્યૂ મામલે સારવાર લેવા આવેલી એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. અને રિપોર્ટમાં ડોક્ટરના વીર્ય અને અન્ય નમૂના લેતા આ વાતની પૃષ્ઠી થઇ છે.

નોંધનીય છે કે વડોદરાની યુવતીને ડેન્ગ્યુ થઇ જતા તેને સારવાર માટે 22 ઓગસ્ટના રોજ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની તબિયત લથડતા તેને આઈસીયુમાં એડમિટ કરવામાં આવી હતી, દરમિયાન હોસ્પિટલના ડોક્ટર રાજેશ ચૌહાણ અને વોર્ડબોય ચંદ્રકાન્ત દ્વારા 2 વખત શારીરિક અડપલાં તથા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

/news/india/september-20-read-todays-top-national-news-pics-030275.html

બિમારીના કારણે યુવતી બોલી ન શકતી હોવાથી તેણે કાગળ પોતાની આપવીતિ લખી હતી. જે આધારે તેના પિતાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે આ બાદ એપોલોમાં કામ કરતા તમામ પાકિસ્તાની ડોક્ટરો જોડેથી ફરજિયાત રાજીનામાં માંગવામાં આવ્યા હતા.

English summary
Apollo rape case: FSL confirm the report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X