ગાંધીનગર તાલુકમાં 17 જેટલી યોજનાકીય લાભ આપવા નોડલ અધિકારીની નિમણૂક

ગાંધીનગર તાલુકામાં સરકારની ૧૭ જેટલી ફેલગશીપ યોજનાઓનો લાભ સરળતાથી સાચા લાભાર્થીઓ સુઘી ત્વરિત મળી રહે તેવા સુચારું આયોજન અર્થે આજરોજ તાલુકાના વિવિઘ અઘિકારીઓ, મહેસુલી તલાટી, તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકો માટે ખાસ તાલીમનું આયોજન સરકારી વાણિજય કોલેજ, સેકટર- ૧૫, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

RITA PATEL

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં દિશાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરકારની વિવિઘ યોજનાઓના લાભ સાચા લાભાર્થીઓને સીઘો મળી રહે તે દિશામાં સુચારું આયોજન કરવા માટે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર તાલુકામાં યોજનાકીય લાભોના સુચારું આયોજન અર્થે પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયાની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર તાલુકાના ગામોના કલસ્ટર બનાવી આરોગ્ય, સમાજ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, સમાજ સુરક્ષા, અન્ન અને નાગરિક પુરવઠા જેવી વિવિઘ સરકારની ૧૭ જેટલી યોજનાઓના લાભ સીઘો લભાર્થીઓને આપવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાકીય લાભને સરળતાથી લોકો સુઘી લઇ જઇ શકાય તે માટે તા. ૦૫મી મે, ૨૦૨૩ના રોજ એક ખાસ તાલીમ વર્ગનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના વિવિઘ અધિકારીઓ, તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકોને તમામ યોજનાના લાભ કેવી રીતે લાભાર્થીઓ સુઘી સરળતાથી પહોંચાડી શકાય તેની વિસ્તૃત સમજ સંબંઘિત કચેરીઓના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

ગાંધીનગર મામલતદાર હરેશકુમાર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી વી.પી. જોષી દ્વારા તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મયોગીઓને આ કામગીરી ખંતપૂર્વક કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X