For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના શહેરોનો સુનિયોજીત વિકાસ સુનિશ્ચિત કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ-એક ડ્રાફ્ટ ટીપી સ્કિમ, અને જુનાગઢની એ

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ-એક ડ્રાફ્ટ ટીપી સ્કિમ, અને જુનાગઢની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે સુરત મહાનગરપાલિકાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં-૪૦ ડિંડોલી પણ મંજૂર કરી છે.

Bhupendra Patel

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની મંજુર કરેલી બે ટીપી સ્કીમમાં અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. ૮૦ (વટવા-૬) અને ઔડા અંતર્ગત ડ્રાફટ ટીપી સ્કીમ નં. ૪૨૬ (કઠવાડા) તેમજ એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. ૧૦ (શાપુર)નો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રીલીમનરી TP સ્કીમ નં. ૮૦ (વટવા -૬) માં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે ૪.૨૬ હેકટર્સ જમીન મળતાં આશરે ૩૮૦૦ જેટલા આવાસો બનશે. ખુલ્લી જગ્યા/બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૨.૭૩ હેકટર્સ , જાહેર સુવિધા માટે ૫.૭૬ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે ૬.૩૬ હેક્ટર્સ જમીન મળી કુલ આશરે ૧૯.૧૩ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફટ TP સ્કીમ નં. ૪૨૬ (કઠવાડા) માં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે ૩.૬૯ હેકટર્સ જમીન મળતા આશરે ૩૩૦૦ જેટલા આવાસો બનાવી શકાશે. ખુલ્લી જગ્યા/બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૦.૯૪ હેકટર્સ, જાહેર સુવિધા માટે ૦.૯૨ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે ૫.૭૪ હેકટર્સ જમીન મળી કુલ આશરે ૧૧.૮૧ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

અમદાવાદની બેય ટી.પી માં કુલ ૭૧૦૦ જેટલા EWS આવાસોનું જરૂરતમંદ પરિવારો માટે નિર્માણ થશે એટલું જ નહિ, આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે આ બે સ્કીમની મળીને કુલ ૧ર.૧૦ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સુરત મહાનગરપાલિકાની પ્રારંભિક ટી.પી સ્કીમ ૪૦ ડિંડોલીને પરિણામે સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ માટે આશરે ર.૪૦ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ જમીન પર ર૧૦૦ EWS આવાસો બની શકશે.

સુરતની આ પ્રારંભિક ટી.પી સ્કીમમાં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૦.૬૮ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૭.૪ર હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૧.૯૯ હેક્ટર્સ જમીન સાથે આ પ્રારંભિક ટી.પી માં કુલ મળીને આશરે ૧ર.પ૧ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફટ TP સ્કીમ નં. ૧૦ (શાપુર)માં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે ૬.૭૫ હેકટર્સ જમીન મળતા આશરે ૬૦૦૦ જેટલા આવાસો બનાવી શકાશે. ખુલ્લી જગ્યા/બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે ૭.૭૬ હેકટર્સ, જાહેર સુવિધા માટે ૭.૩૬ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે ૧૬.૯૩ હેક્ટર્સ જમીન મળી કુલ આશરે ૩૮.૮૨ હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂરી આપતાં ગુજરાતના શહેરોનો સુનિયોજીત વિકાસ સુનિશ્ચિત થયો છે તથા નગરો મહાનગરોમાં ઇઝ ઓફ લીવીંગ વધુ સરળ બન્યું છે.

English summary
Approval of four town planning schemes of three cities of the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X