For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર ખાતે આર્મીના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશનનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું

ગાંધીનગર ખાતે આર્મીના જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશનનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાય રાજ્યોમાં વરસાદી તાંડવ જોવા મળ્યો હતો. તેમાં પણ ગુજરાત અને મહારાષ્ટ્રને કેટલાક સ્થળે પૂર જેવી સ્થિતિ સર્જાતાં કેટલાય લોકો ફસાયા હતા. ત્યારે સાઉથ વેસ્ટન કમાન્ડના એરફોર્સના જવાનોએ ફસાયેલા લોકોને રેસક્યુ કર્યા હતા. હવે ગાંધીનગર ખાતે આવેલ ઇન્ડિયન એરફોર્સના હેડક્વાટર ખાતે રેસ્ક્યુ કરીને લોકોનો જીવ બચાવનાર જવાનોએ પોતાના રેસ્ક્યૂ ઓપરેશનનું ડેમોન્સ્ટ્રશન આપ્યું હતું. જેમા હેલીકોપ્ટર એમઆઇ 17 અને વી-4 દ્વારા પુરની પરિસ્થિતિ દરમિયાન જવાનો કેવી રીતે રેસ્ક્યુ કરે છે તેનું એક ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું.

rescue operation

ઇન્ડિયન એરફોર્સમાં ઉમર કે સ્ત્રી પુરૂષની જાતિને ધ્યાનમાં લેવામાં નથી આવતી પરંતું તેમાં પરીક્ષા પાસ કરનાની યોગ્યતાને ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારે નવસારીમાં એક વૃદ્ધાનો જીવ સૌથી યુવા જવાન કે જેની ઉંમર 25 વર્ષની હતી તેણે બચાવ્યો હતો. જ્યારે એક મહિલા પાયલટે પણ પૂર રેસક્યુમાં ભાગ લઇને પુરમાં ફસાયેલા લોકોના જીવ બચાવ્યા હતા.

એરફોર્સ દ્વારા પૂરની પરિસ્થિતિમાંથી 300 જેટલા લોકોને બચાવવામાં આ્યા હતા જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે 27 જુલાઈએ મુંબઈમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ પાણીની વચ્ચે ફસાઈ હતી, ત્યારે રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલ એનડીઆરએફની ટીમે અને એરફોર્સના જવાનોએ 9 જેટલા લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કર્યા હતા.

<strong>ગુજરાતમાં રોગચાળા પર એમએલએ બોલ્યા, જીવવું મરવું ભગવાનના હાથમાં</strong>ગુજરાતમાં રોગચાળા પર એમએલએ બોલ્યા, જીવવું મરવું ભગવાનના હાથમાં

English summary
Army personnel at Gandhinagar gave a demonetization of the rescue operation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X