બનાસની ધરતી પર માટી બચાવોના પ્રણેતા જગ્ગી વાસુદેવનું આગમન
બનાસકાંઠાની ધરતી પર માટી બચાવો અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવ પધાર્યા હતા. પાલનપુર નજીક બનાસ મેડીકલ કોલેજ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠાની ધરતી પર માટી બચાવો અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવ પધાર્યા હતા. પાલનપુર નજીક બનાસ મેડીકલ કોલેજ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાનો ૨૭ દેશો અને ૩૦ હજાર કિ.મી.નો પ્રવાસ પૂર્ણ કરી બનાસકાંઠા જિલ્લાના મોરીયા ખાતે પધાર્યા ત્યારે બનાસવાસીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઇક પર સવાર થઇને આવેલા સદગુરૂનું આદિજાતિ નૃત્ય અને બનાસકાંઠાની બહેનોએ સામૈયું કરીને સ્વાગત કર્યુ હતુ.

ઇશા ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન- જમીન સંરક્ષણ અંતર્ગત 'માટી બચાવો’ 'સેવ સોઇલ’ માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. શ્રી જગ્ગી વાસુદેવે બનાસકાંઠામાં પર્યાવરણના જતન માટે શંકર ચૌધરી બાનાસકાંઠા જિલ્લામાં ખુબ સરસ કામગીરી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પશુઓના મહત્વને સમજી તેની ખુબ સારી રીતે માવજત કરે છે. તેમણે બનાસકાંઠાના પશુપાલકોને પોતાના આશ્રમમાં વૃક્ષોની ખેતી જોવા આમત્રંણ પાઠવ્યું હતુ. શ્રી સદગુરૂએ બાઇક પર અનેક દેશોનો પ્રવાસ કરીને યુવાનોને પ્રેરણા મળે તેવું દિશા આપવાનું કામ કર્યુ છે.
સદગુરૂએ માટી બચાવો અભિયાનની જેમ નદીઓની સફાઇ માટેની મુવમેન્ટ ચલાવી હતી, તેમાંથી પ્રેરણા લઇને સુરતની તાપી નદીને સ્વચ્છ કરવાનો અમે સંકલ્પ લીધો છે. સદગુરૂએ બાઇક પર અનેક દેશોનો પ્રવાસ કરીને યુવાનોને નવી પ્રેરણા મળે તેવું દિશા આપવાનું કામ કર્યુ છે. સદગુરૂએ જણાવ્યું હતું કે, આપણા શરીરને ચલાવવા માટે જે એનર્જી આવે છે એમાંથી માત્ર ૪૦ ટકા જ એનર્જી ખોરાકમાંથી આવે છે બાકીની ૬૦ ટકા એનર્જી માટી અને પર્યવારણમાંથી મળે છે.
ભારતની માટી એમેઝોનના જંગલ કરતા પણ વધુ ફળદ્રુપતાવાળી છે. જે હવે ધીમે ધીમે બિનઉપજાઉ બની રહી છે. પ્રાણીઓના મળમૂત્ર વિના ટ્રેક્ટરો અને મશીનોથી કરવામાં આવતી ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. તેમણે કહ્યું કે, આ ધરતી પર આજે કરોડો પ્રાણીઓ વસી રહ્યા છે. વૃક્ષો અને પ્રાણીઓની સંખ્યા ઘટવાથી આપણે આપણા જીવનનો ધીમે ધીમે નાશ કરી રહ્યા છીએ તે વાત સારી રીતે સમજીને તેમણે વૃક્ષો વાવવા પર ભાર મુક્યો હતો. શ્રી સદગુરૂએ કહ્યું કે, દેશ અને દુનિયામાં ગુજરાતીઓ ધંધામાં ખુબ આગળ છે પરંતુ પૈસા, કોમ્પ્યુટર કે ટેકનોલોજી આપણે ખાઇ શકતા નથી. ખાવા માટે તો અનાજની જ જરૂર પડે છે માટે માટીને બચાવવી ખુબ જરૂરી છે.












Click it and Unblock the Notifications
