સરપંચ બનવાની હોડ વચ્ચે અરવલ્લીમાં 4 પંચાયતો સરમસ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં 4 ગ્રામ પંચાયતો સમરસ કરીને ગામ લોકોએ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. અરવલ્લી જિલ્લામાં કુલ 318 ગ્રામ પંચાયતો છે, તે પૈકી મોડાસા તાલુકાની બાય, ધનસુરા તાલુકાની મલેકપુર પંચાયત તથા બાયચ તાલુકાની ઉભરણ અને બુડાસણ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે. આ ચારેય ગામની મોટા ભાગની વસ્તી ખેતી અને પશુપાલન પર આધારિત છે.

arvalli

સુખદ આશ્ચર્યની વાત એ છે કે, ગામલોકો એકજૂથ થઈને બાયલ ગ્રામ પંચાયતને સતત 25 વર્ષથી સમરસ જાહેર કરતા આવ્યા છે. જેના પરિણામે ચૂંટણી ખર્ચ પણ બચે છે. બાયલના પૂર્વ સરપંચ કૌશિકભાઈએ જણાવ્યું હતું કે, સમરસ થયેલી ગ્રામ પંચાયતોમાં તમામ જ્ઞાતિના લોકોએ એક થઈ ગ્રામ પંચાયતને સમરસ કરી છે, પરિણામે ગામમાં વિકાસને વેગ મળશે અને ગામમા એકતા વધશે.

English summary
Arvalli: 4 gam panchyats aligned before panchayat elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.