ગુજરાતમાં કેજરીવાલનુ મોટુ એલાન - સરકાર બની તો બધી મહિલાઓને 1000 રૂપિયા મહિને આપશે

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે મેદાન તૈયાર કરવામાં વ્યસ્ત અરવિંદ કેજરીવાલે વધુ એક મોટી જાહેરાત કરી છે.

અમદાવાદઃ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે મેદાન તૈયાર કરવામાં વ્યસ્ત અરવિંદ કેજરીવાલે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે અમદાવાદમાં કહ્યુ કે જો અમારી સરકાર બનશે તો અમે અહીંની તમામ મહિલાઓને મહિને 1000 રૂપિયા આપીશુ. કેજરીવાલે કહ્યુ કે અમારી આ યોજનાથી કરોડો મહિલાઓને ફાયદો થશે, જે કરોડો પરિવારોને મદદ કરશે. સામાન્ય માણસને મફત વીજળી, પાણી અને શિક્ષણ આપવાના વચનનુ પુનરાવર્તન કરતા કેજરીવાલે સત્તાધારી ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યુ કે પહેલા લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે. પરંતુ જ્યારે અમે અહીં લોકોને મળ્યા ત્યારે ખબર પડી કે લોકો ડરેલા અને દુખી છે. કેજરીવાલે કહ્યુ કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. એ પરિવર્તન આમ આદમી પાર્ટી લાવશે.

arvind kejriwal

કેજરીવાલે કહ્યુ કે અમારી મફત આપવાની યોજનાઓ પર કેટલાક લોકો કહે છે કે પૈસા ક્યાંથી આવશે. ચાલો હું તમને એક ઉદાહરણ સાથે કહુ કે પૈસા ક્યાંથી આવશે. અમે પંજાબમાં કહ્યુ હતુ કે મફત વીજળી આપીશુ, ત્યારે પણ લોકોએ કહ્યુ હતુ કે પૈસા ક્યાંથી આવશે. માર્ચમાં પંજાબમાં અમારી સરકાર બની હતી. સરકાર બન્યા બાદ રાજ્ય સરકારને 6 હજાર કરોડ વધુ ટેક્સ મળ્યો છે. આખા વર્ષ માટે વીજળી ફ્રી કરવા માટે માત્ર 3 હજાર કરોડ રૂપિયાની જરૂર હતી અને 6 હજાર કરોડનો ટેક્સ સરકાર પાસે આવ્યો. તેના કારણે સરકારને 3 હજાર કરોડનો નફો થયો. ગુજરાતમાં પણ થઈ શકે છે.

અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા છે અને હાલમાં તેઓ દિલ્લીના મુખ્યમંત્રી છે. આ વર્ષની શરૂઆતમાં તેમની પાર્ટીએ પંજાબમાં ઐતિહાસિક જીત નોંધાવીને સરકાર બનાવી હતી. હવે તેમનુ ધ્યાન ગુજરાત પર છે. ગુજરાતની વર્તમાન સરકાર તેમના નિશાના પર છે. તેમણે અહીં કહ્યુ હતુ કે હવે એવુ લાગી રહ્યુ છે કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપને જડમૂળથી ઉખેડીને નવુ રાજકારણ ઈચ્છે છે. બીજુ, હું કહુ છુ કે અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા માંગતા નથી. તેઓ એકબીજા વિશે વાત કરતા રહે છે. જનતાને આમાંથી કશુ મળતું નથી. અમે લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લાવીશુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X