Pic: કેજરીવાલના કાફલા પર હુમલો, મોદી પર વરસ્યા કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 6 માર્ચ: વિકાસના ગુજરાતના મોડલને જોવા નિકળેલા આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે બુધવારે પોલીસ દ્વારા થોડીવાર માટે અટકાવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર 'ખેડૂત વિરોધી' અને 'આમ આદમી' વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે ઉત્તર ગુજરાતના રાધનપુર પોલીસ મથકમાં 30 મિનિટ સુધી રોકી રાખવામાં આવ્યા.

નરેન્દ્ર મોદીના બહુ પ્રચારિત ગુજરાત મોડલની સત્યતા જાણવા માટે ચાર દિવસની ગુજરાત યાત્રા શરૂ કર્યાની થોડીવાર બાદ અરવિંદ કેજરીવાલને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નરેન્દ્ર મોદીના સમર્થકોએ કાળા વાવટા બતાવ્યા બાદ પણ મોટી સંખ્યામાં અરવિંદ કેજરીવાલના સમર્થક ત્યાં હાજર હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોઇ વિકાસ થયો નથી.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ખેડૂત વિરોધી છે. નરેન્દ્ર મોદી સંપૂર્ણપણે આમ આદમી વિરોધી વ્યક્તિ છે. ગુજરાતમાં ફક્ત તે જ લોકોનો વિકાસ થયો છે જે ઉદ્યોગપતિ છે. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશભરમાં પોતાની ચૂંટણી સભાઓમાં ગુજરાતના વિકાસને વધારી કરીને રજૂ કરી રહ્યાં છે અને એ વાતથી ડરી ગયા છે કારણ કે તે (કેજરીવાલ) તેમના બધા દાવાઓની પોલ ખોલવા માટે નિકળ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને કથિત રીતે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાતો કર્યા બાદ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે.

અરવિંદ કેજરીવાલના સહયોગીએ કહ્યું હતું કે આપના સંસ્થાપક મુલાકાત પર જઇ રહ્યાં હતા જ્યારે પોલીસે તેમના કાફલાને અટકાવી દિધો હતો. અરવિંદ કેજરીવાલે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે તે કોઇ ચૂંટણી સભા કરી રહ્યાં ન હતા તો પોલીસે તેમને કેમ અટકાવ્યા. ફક્ત સભા કરવા માટે અધિકૃત મંજૂરીની જરૂર હોય છે અને તેમની કાર પર કોઇ એમ્પ્લીફાયર પણ લગાવવામાં આવ્યા ન હતા. તેમના સહયોગીએ કહ્યું હતું કે તેમછતાં અમને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા. અમને પોલીસ સ્ટેશનમાં અડધો કલાક બેસાડી રાખવામાં આવ્યા ત્યારબાદ છોડી દિધા.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી આર્થિક વિકાસનો ચોતરફ વિકાસના દાવાઓની સત્યતા જાણવા માટે તે ચાર દિવસ સુધી ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતથી રવાના થતાં પહેલાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદીના દાવા ખોટા સાબિત થશે તો તે નરેન્દ્ર મોદી પર્દાફાશ કરશે.

કેજરીવાલના કાફલા પર હુમલો

કેજરીવાલના કાફલા પર હુમલો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના કાફલ પર હુમલો થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ભુજમાં સાંજે સાડા સાત વાગે કચ્છના ભચાઉમાં અરવિંદ કેજરીવાલના કાફલા પર હુલમો થયો હતો. આ હુમલા તેમની ગાડીના કાચ તૂટી ગયા છે જેમાં અરવિંદ કેજરીવાલ સવાર હતા. હુમલામાં કોઇને ઇજા પહોંચી હોવાની પુષ્ટિ થઇ નથી.

કાળા વાવટા ફરકાવી વિરોધ

કાળા વાવટા ફરકાવી વિરોધ

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વિકાસના દાવાઓની સત્યતા જાણવા માટે પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને કેટલાક ગામડાંઓમાં કાળા વાવટા બતાવ્યા હતા. આ લોકો નર્મદા બચાવો આંદોલનની નેતા મેઘા પાટેકરને લોકસભાની ટિકીટ આપવાનો વિરોધ કરી રહ્યાં હતા. અરવિંદ કેજરીવાલ અને તેમના સમર્થક જ્યારે પાટણ નજીક શંખેશ્વર પહોંચ્યા તો 10થી 12 ગ્રામીણોએ રસ્તાના કિનારે ઉભા રહીને કાળા વાવટા બતાવ્યા હતા.

આશુતોષ: મોદીના પતનની શરૂઆત

આશુતોષ: મોદીના પતનની શરૂઆત

પાર્ટીના નેતા આશુતોષે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ડરી ગયા છે. આશુતોષે એબીપી ન્યુઝ સાથે વાતચીતમાં કહ્યું હતું કે 'અરવિંદ કેજરીવાલ પોતાની અંગત યાત્રા પર ગયા હતા. પરંતુ નરેન્દ્ર મોદીને સહન ન થયું કે ગુજરાતમાં તે રજામંદી બાદ જ પત્તું હલે. અને આ હરકત નરેન્દ્ર મોદીના પતનની શરૂઆત છે.

યોગેન્દ્ર યાદવ: કોઇ ગભરાઇ રહ્યું છે

યોગેન્દ્ર યાદવ: કોઇ ગભરાઇ રહ્યું છે

પાર્ટી નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે ગુજરાત સરકારની ખેંચી હતી. તેમને કહ્યું હતું કે 'મારી પાસે વિગતો નથી એટલા માટે કંઇપણ કહેવું ઉતાવળ કહેવાશે, પરંતુ એટલું તો નક્કી છે કે કોઇ ગભરાઇ રહ્યું છે, કોઇ હચમચી ઉઠ્યું છે.

પ્રશાંત ભૂષણ: રાજકીય કાવતરું

પ્રશાંત ભૂષણ: રાજકીય કાવતરું

પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે તેમાં આચાર સંહિતાની વાત ક્યાં આવતી નથી અને આ એક રાજકીય કાવતરું છે કારણ કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વિકાસના દાવાઓની સત્યતા જાણવા માટે ગયા છે.

English summary
Aam Aadmi Party leader and former Delhi Chief Minister Arvind Kejriwal was detained by Gujarat Police while he was on his way to Bhuj.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.