ગુજરાતમાં ચાલતા જંગલરાજનો જનતા જવાબ આપશેઃ કેજરીવાલ
ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેજરીવાલે પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામનાર યુવાનોના પરિજનોને મળ્યા હતા. મૃતક શ્વેતાંગ પટેલના માતાને મળ્યા બાદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં જંગલરાજ ચાલે છે. કહ્યું કે ચૂંટણીમાં ખુદ જનતા તેનો જવાબ આપશે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે યોગીચોક ખાતે જાહેર સભા સંબોધશે. સભા પહેલાં જ વરાછા વિસ્તારમાં કેજરીવાલ વિરોધી પોસ્ટર્સ લાગી ગયાં છે. ત્યારે કેજરીવાલની સભામાં નવાજૂની થવાની શક્યતા રહેલી છે. આજે સાંજે 4 વાગ્યે જાહેર સભા યોજાશે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત આવતા પહેલા જ તેમનો વિરોધ શરૂ થઇ ચુક્યો હતો. અમદાવાદ અને સુરતમાં કેજરીવાલ વિરુદ્ધ ઘણા પોસ્ટર પણ લાગી ગયા છે.

કેટલાક પોસ્ટરમાં તો અરવિંદ કેજરીવાલની સરખામણી ઓસામા બિન લાદેન સાથે પણ કરવામાં આવી છે.

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી લડવી કે નહીં તે અંગે પ્રજાને પૂછીને નિર્ણય લેવામાં આવશે. અમારી રેલીમાં ફક્ત રાજકીય બાબતો જ નહીં પરંતુ ગુજરાતની સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરાશે.













Click it and Unblock the Notifications
