નારાયણ, સંતના વેષમાં બેઠલો શેતાન છે: નારાયણ સાંઇની પત્નીનો ખુલાસો

કહેવાતા ધર્મગુરુ આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇ પર રેપના આરોપ લાગેલા છે. રેપ સિવાય પણ અનેક આરોપો હેઠળ જેલની હવા ખાઇ રહેલા નારાયણ સાઇની પત્ની જાનકીએ ચોંકવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે નારાયણ સંતના નામ પર કલંક છે. તેના સંતના વેષમાં બેઠેલો શેતાન છે.

આજતક ન્યૂઝ ચેનલ પર કરેલી વાતચીતમાં નારાયણ સાંઇની પત્નીએ નારાયણ સાંઇ પર અનેક ચોંકવનારા ખુલાસાઓ આપ્યા છે. જાનકી સાંઇનું કહેવું છે કે નારાયણ સાંઇ અત્યાર સુધી અનેક છોકરીઓ સાથે શારીરિક સંબંધ બનાયો છે. અને આ છોકરીની સંખ્યાનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. વળી તેની પત્નીએ સાંઇ પર તે પણ આરોપ લગાવ્યો છે કે નારાયણે અનેક છોકરીઓ સાથે જબરદસ્તી શારિરીક સંબંધ બનાવ્યા છે. ત્યારે અન્ય કયા ખુલાસા જાનકી સાંઇ કર્યા છે તે વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

સંતના નામ પર કલંક

સંતના નામ પર કલંક

નારાયણ સાંઇની પત્નીએ જણાવ્યું કે તેણે પોતે નારાયણ સાંઇને તેની આંખો સામે બીજી છોકરીઓ સાથે સંબંધ બનાવતા જોયા છે. વળી તેણે કહ્યું કે નારાયણ સાંઇના આડા સંબંધોથી એક પુત્ર પણ છે.

પત્નીનો આરોપ

પત્નીનો આરોપ

જાનકી જણાવ્યું કે લગ્ન બાદ તેને ખબર પડી કે નારાયણને અનેક મહિલાઓ સાથે શારિરીક સંબંધ છે. તેમ છતાં તે જાનકીને તલાક નથી આપી રહ્યા.

પત્નીનો આરોપ

પત્નીનો આરોપ

જાનકીનું કહેવું છે કે તેના લગ્ન નારાયણ સાથે 22 મે 1997 થયા હતા. જે બાદ તે તેની સાસુ લક્ષ્મી સાથે અમદાવાદના મહિલા આશ્રમમાં આવી રહેવા લાગી. આસારામે ધોષણા કરી હતી કે તેનો પુત્ર 5 વર્ષ માટે બ્રહ્મચર્યનું પાલન કરશે. જો કે તે બાદ પણ તે છોકરીઓ જોડે ફરતો હતો.

પત્નીનો આરોપ

પત્નીનો આરોપ

જાનકીનું કહેવું હતું કે આસારામ લોકોને તે બતાવવા માંગતા હતા કે આટલી સુંદર પત્ની હોવા છતાં નારાયણ બ્રહ્મચર્યનું પાલન કરે છે.

સંતના નામ પર કલંક

સંતના નામ પર કલંક

જાનકીએ કહ્યું કે લગ્ન બાદ નારાયણ આશ્રમની સાધિકાઓની સાથે સત્સંગના નામ પર ફરતો રહેતો હતો. વળી તેણે તે પણ ખુલાસો કર્યો કે તે છોકરીઓ સાથે વિદેશ પણ જતો હતો.

માનસિક- શારિરીક ત્રાસ

માનસિક- શારિરીક ત્રાસ

નારાયણ સાંઇની પત્નીએ તે પણ આરોપ લગાવ્યો કે જ્યારે તેણે પતિના આ ખરાબ ચારિત્રનો વિરોધ કર્યો ત્યારે નારાયણ તેને માનસિક- શારિરીક ત્રાસ આપવા લાગ્યો. જાનકીએ કહ્યું કે નારાયણ સાંઇ સંતના નામ પર કલંક છે.

અન્ય આરોપ

અન્ય આરોપ

છોકરીઓને બ્લુ ફિલ્મ બતાવતો હતો નારાયણ સાંઇ. 16 વર્ષની સગીર યુવતીના બળાત્કારના કેસમાં બંધ નારાયણ સાઇ પોતાના આશ્રમમાં છોકરીઓને બ્લુ ફિલ્મ બતાવતો હતો. નારાયણ સાંઇની આ પાપલીલાનો ખુલાસો સુરતની સેશન કોર્ટની ફાસ્ટ ટ્રેક અદાલતમાં થઇ ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X