આ વખતે આસારામની ધૂળેટી બની કાળીભમ્મર!
ગાંધીનગર, 17 માર્ચ: બળાત્કારના કેસમાં જોધપુરની જેલમાં હવા ખાઇ રહેલા આસારામની આ વખતે ધૂળેટી કાળીભમ્મર બની છે. કારણ કે હંમેશા પોતાના લાખો ભક્તોને ભેગા કરીને કૃષ્ણ વગેરે ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને હોળીના નામે ધતિંગ કરતા આસારામ બાપુ આ હોળી પર જેલના સળીયા પાછળ જ છે.
જો આસારામને જામીન મળ્યા હોત અને તેઓ બહાર હોત તો તેમણે જરૂર રાજસ્થાન, નાગપુર અથવા સુરત આશ્રમમાં હોળીની રંગરેલિયો મનાવી રહ્યા હોત. જોકે બાપ અને દિકરો બંનેની કરતૂતો લોકો સામે આવી જવાના કારણે તેમને જેલની અંદર જ રાખવામાં આવ્યા છે. જોકે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇએ પોતાના ગુના કબૂલ્યા નથી. હજી તેમની વિરુધ્ધ તપાસ ચાલી રહી છે.
રંગીન મિજાજી આસારામ ધૂળેટી ઉજવવાની સ્ટાઇલ પણ કંઇક રંગીન જ હતી. આસારામ એક રથ પર અથવા મંચ પર સવાર થઇને રંગીન પાણીના ફૂવારા પોતાના ભક્તો પર ઉડાવતા હતા, અને તેમના ભક્તો પણ હોંસેહોંસે તેમના રંગમાં રંગાવા ઉમટી પડતા હતા. સુરત ખાતે તેમની સાથે ધૂળેટી રમવા માટે લગભગ 3 લાખથી પણ વધારે ભક્તો આવી પહોંચતા હતા.
જોકે ગઇ વખતે નાગપુર ખાતે પાણીથી હોળી નહી રમવા માટે મહારાષ્ટ્ર સરકારે આસારામ ચેતવણી આપી હતી. કારણ કે એ વખતે મહારાષ્ટ્રમાં પાણીની તંગી જેવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે આસારામે સરકારની ચેતવણીને ગણકારી નહીં અને જણાવ્યું હતું કે પાણી પર કોઇનો અધિકાર હોઇ ના શકે, અને પાણીથી જ હોળી રમ્યા હતા.
જોકે આસારામની ધરપકડને આજે છ મહિના જેટલો સમય વિતી ગયો છે, આસારામે ઘણી વખત જામીન અરજીઓ પણ કરી પરંતુ દરેક વખતે તેમને નિષ્ફળતા જ હાથ લાગી. આસારમ જેલમાં બેઠા બેઠા પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા હશે અને તેમાંય ખાસ પોતાની પિચકારીના ફૂવારાને જેમાં રંગાવા માટે તેમના ભક્તો પડાપડી કરતા હતા.
આવો જોઇએ સ્લાઇડરમાં આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
સુરતમાં આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
નવી મુંબઇમાં આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી... તેમજ આસારામ સમર્થક અને પોલીસ વચ્ચે ઘર્ષણ
આસારામને યાદ આવે છે ધૂળેટી...
આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
નાસિકમાં આસારામની રંગબેરંગી અને મોજીલી ધૂળેટી...
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ







Click it and Unblock the Notifications
