For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયાનું પ્રથમ 'શસ્ત્ર સંશોધન કેન્દ્ર' ગુજરાતમાં સ્થપાશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 સપ્ટેમ્બર : એશિયા ખંડનું સૌપ્રથમ 'શસ્ત્ર સંશોધન કેન્દ્ર' એટલે કે બેલિસ્ટિક રિસર્ચ સેન્ટર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્થપાશે. આ 'શસ્ત્ર સંશોધન કેન્દ્ર' ટૂંક સમયમાં ગાંધીનગરમાં શરૂ કરવામાં આવશે.

'શસ્ત્ર સંશોધન કેન્દ્ર' ગાંધીનગરમાં આવેલી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (જીએફએસયુ - GFSU) ખાતે કામ કરતું થશે. આ સંશોધન કેન્દ્રને કારણે ભારતને સશસ્ત્ર વાહનોની ચકાસણી કરવામાં સ્વનિર્ભરતા પ્રાપ્ત થવાની સાથે આત્મવિશ્વાસ વધશે.

indian-armored-vehicles

આ અંગે જીએફએસયુના ડાયરેક્ટર જનરલ જે એમ વ્યાસના જણાવ્યા અનુસાર બેલિસ્ટિક રિસર્ચ સેન્ટર ભારતીય સેના માટે સશસ્ત્ર વાહનોની ચકાસણી કરવા ઉપરાંત આ ક્ષેત્રની ખાનગી કંપનીઓને પણ ઉપયોગી થશે જે વીઆઇપીએને વાહને પુરાં પાડે છે.

વ્યાસે વધુમાં જણાવ્યું કે આ સેન્ટરને એવી રીતે તૈયાર કરવામાં આવશે અને તેમાં એવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે કે જેથી ઉત્પાદકો તેમના સશસ્ત્ર વાહનોનું ટેસ્ટિંગ સારી રીતે કરી શકે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભારતમાં બનતા સશસ્ત્ર વાહનોને ટેસ્ટિંગ કરવા માટે યુકે, યુએસએ અને ફ્રાન્સ મોકલવામાં આવતા હતા.

English summary
Asia's first Ballistic Research Centre to be in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X