For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સમયસર જ વિધાનસભાની ચૂંટણી યોજાશે-વિજય રૂપાણી

ગુજરાતમાં આગામી વર્ષે સરકારના પાંચ વર્ષ પુરા થઈ રહ્યા છે. સરકારનું આ છેલ્લુ વર્ષ છે ત્યારે રાજ્યમાં સતત વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો લાગી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આગામી વર્ષે સરકારના પાંચ વર્ષ પુરા થઈ રહ્યા છે. સરકારનું આ છેલ્લુ વર્ષ છે ત્યારે રાજ્યમાં સતત વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો લાગી રહી છે. ગુજરાતની ચૂંટણીને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને અટકળો લાગી રહી છે કે સરકાર વહેલી ચૂંટણી યોજી શકે છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણીને લઈને ચાલી રહેલી અફવાઓ રદિયો આપ્યો છે.

Assembly elections

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય વહેલી ચૂંંટણીની સંભાવનાને નકારી છે. મુખ્યમંત્રીએ કહ્યુ છે કે રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ સાથે ગુજરાતને કંઈ લેવા દેવા નથી. રાજ્યમાં ચૂંટણીના સમયે જ ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે ગુજરાતમાં વહેલી ચૂંટણીની કોઈ સંભાવના નથી. મુખ્યમંત્રીએ તમામ અફવાઓને રદિયો આપ્યો છે.

વહેલી ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે હાલ તો મુખ્યમંત્રીએ પુર્ણ વિરામ મુક્યુ છે. પરંતુ રાજકિય અટકળોને જોતા રાજ્યમાં કોઈપણ સમયે ચૂંટણી આવી શકે છે. બીજી તરફ ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે કંઈ લેવા દેવા ન હોવાની વાત મુખ્યમંત્રીએ ભલે કરી હોય પરંતુ રાજકિય પંડિતો પણ પણ મુખ્યમંત્રીની વાત સાથે સહમત ન હોય એ સ્વભાવિક છે. હવે જોવાનું એ રહે છે રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાય છે.

English summary
Assembly elections will be held in Gujarat on time - Vijay Rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X