સોનગઢનો ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ એલર્ટ પર, નીચેના ગામોને એલર્ટ કરાયા
રાજ્યમાં વરસાદની તોફાની બેટીંગ યથાવત છે, લાંબા વિરામ બાદ વરસાદ ભરપાઈ કરી રહ્યો હોય તેમ સતત વરસી રહ્યો છે ત્યારે રાજ્યના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે.
રાજ્યમાં વરસાદની તોફાની બેટીંગ યથાવત છે, લાંબા વિરામ બાદ વરસાદ ભરપાઈ કરી રહ્યો હોય તેમ સતત વરસી રહ્યો છે ત્યારે રાજ્યના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. જળાળયો ભરાતા હવે પાણીની ચિંતા ઓછી થઈ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેલા જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે.

વરસાદ વચ્ચે તાપી જિલ્લાના સોનગઢના ડોસવાડામાં આવેલો ડોસવાડા ડેમ એલર્ટ લેવલ પર પહોંચ્યો છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.76 મીટર બાકી છે. ગાયકવાડ સમયનો આ ડેમ પાટીયા વગરનો ડેમ છે. ડેમની જળ સપાટી વધથા હવે નીચેના ગામોને એલર્ટ કરાયા છે. આ ડેમ ઓવર ફ્લો થતા ડોસવાડા, ખાંજાર, કનાડા, ચોરવાડ, ખરસી, ખડકા સહિતના ગામો પ્રભાવિત થાય છે. ત્યારે આ ગામને એલર્ટ કરાયા છે.
રાજ્યમાં સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે જળાશયો ભરાતા ખેડુતોમાં આનંદ છે. ડોસવાડા ડેમ ઉપરાંત રાજ્યના બીજા મોટા જળાશયોમાં પણ પાણીની આવક સતત ચાલુ છે. ઉકાઈ, સરદાર સરોવર જેવા મોટા ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવરની હાલની સપાટી 116 મીટર ઉપર પહોંચી છે. 138.68 મીટરે ઓવર ફ્લો થતા સરદાર સરોવર ડેમની સપાટી સતત વધી રહી છે.












Click it and Unblock the Notifications
