ચૂટણી પૂર્વે કોગ્રેસના થરાદના ઉમેદાર ગુલાબસિંહ રાજપુત પર હુમલો
કોગ્રેસના થરાદના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે જ હુમલો કરવામાં આવ્યો છે. આ અંગેની મહિતી ખુદ થરાદ વિધાનસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ફેસબુક પર લાઇ આવીની આપી હત
કોગ્રેસના થરાદના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે જ હુમલો કરવામાં આવ્યો છે. આ અંગેની મહિતી ખુદ થરાદ વિધાનસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ફેસબુક પર લાઇ આવીની આપી હતી. તેમાના દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે ભાજપના ઇશારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે આજે મતદાન યોજાઇ રહ્યુ છે. જેમા 833 ઉમેદવારો મેદાન છે. મોડી રાત્રે થયેલા આ હુમાલમાં ગુલાબસિંહએ ભાજપ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનના સ્થળે પોલીસ દોડી આવી હતી. અને સમગ્ર મોામલો થાળે પાડ્યો હતો. આ હુમલા બાદ થરાદમાં રાજકીય મહોલ ગરમાયો હતો.
ગુલબાસિંહ દ્વારા ચૂંટણી એક દિવસ પહેલા વિશાળ રેલી કાઢી હતી જેમા હજારોની સંખ્યામાં થરાદના લોકો જોડાયા હતા. તો બીજી તરફ ગુલાબસિંહ રાજપુત સામે ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી મેદાને છે. પહેલા તબક્કાન મતદાન પહેલા વાંસદામાં પણ ભાજપના કાર્યકર્તા પિયુષ પટેલ પર હુમલો થયો હતો. તેમના દ્વારા કોગ્રેસના ઉમેદવાર અનંત પટેલના ઇશારે આ હુમલો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.












Click it and Unblock the Notifications
